For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફોર્જ એન્ડ ફોર્જ કંપનીમાંથી 42 હજારની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

04:16 PM Mar 26, 2024 IST | Bhumika
ફોર્જ એન્ડ ફોર્જ કંપનીમાંથી 42 હજારની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી ફોર્જ એન્ડ ફોર્જ કંપનીમાંથી 42 હજારની ચોરી કરનાર તસ્કરને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડયો હતો. જયારે વેલનાથપરામાં જડેશ્વર સોસાયટીમાં પાડોશીના ઘરમાંથી 63 હજારનો હાથફેરો કરનારને ઝડપી પાડયો હતો.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી ફોર્જ એન્ડ ફોર્જ કંપનીમાંથી કોપર વાયર અને ઇલેકટ્રીક પેનલ બોર્ડ મળી આરઓ પ્લાન્ટમાંથી રૂા.42 હજારની ચોરી થયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પીઆઇ એસ.એમ. જાડેજા, પીએસઆઇ કે.ડી. મારૂ, હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, રાજશે બાળા, જયદિપસિંહ બોરાણા સહીતના સ્ટાફે સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરી ચોરી કરનાર કરણ અશોકભાઇ સોલંકી (રે.ગ્રીનલેન્ડ ચોકડીના પુલ નીચે, મુળ વાંકાનેર)ને ઝડપી લઇ ચોરાઉ વાયર મળી કુલ રૂા.37 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે વેલનાથપરામાં ખોખળદડ નદીના પુલ પાસે જડેશ્વર સોસાયટી શેરી નં.1માં રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂા.63 હજારની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરતા ચોરી કરનાર પાડોશમાં જ રહેતા રાજા પ્રદિપભાઇ શાહ નામના શખ્સને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ કામગીરી પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ એ.જે. પરમાર, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિ વાંક સહીતના સ્ટાફે કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement