For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલમાં PM રૂમ નજીક ઊભરાતી ભૂગર્ભ ગટરનાં ગંધાતા પાણી

04:10 PM Jul 26, 2024 IST | Bhumika
સિવિલ હોસ્પિટલમાં pm રૂમ નજીક ઊભરાતી ભૂગર્ભ ગટરનાં ગંધાતા પાણી
Advertisement

શહેરની સિવિલ હોસ્પિટલના પી.એમ.રૂમ નજીકની ભૂર્ગભ ગટર ઊભરાઇને ત્રાસદાયક ગંદકી ફેલાવતી હોવાની ફરિયાદ ઊઠી છે. સંબંધિત સેનિટેશન ઇન્સ્પેક્ટર ઘોર બેદરકારીનો આક્ષેપ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ નજીકની એક ભૂગર્ભ ગટરમાંથી બે દિવસથી ગાંધાતા પાણી રસ્તા પર ઊભરાઇને ચારેબાજુ ફેલાતા હોવાથી આ રસ્તા પરથી આવન-જાવન કરતા લોકો માટે ગટરના પાણી માથાના દુ:ખાવા સમાન બની ગયા છે.

Advertisement

એકબાજુ રોગચાળામાં ફસાયેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવીને સ્વસ્થતા મેળવે છે. જ્યારે અહીં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી ભયકંર રોગચાળાને આમંત્રણ આપતા હોવાનું સબિત થઇ રહ્યું છે. જાણકારો કહે છે કે, ગટર ઉભરાવાની આ સમસ્યાનો બે દિવસથી લોકો સામનો કરી રહ્યા છે. પણ હોસ્પિટલના સેનિટેશન ઇન્સ્પેક્ટરને આ ગંદકી ફેલાવતી ભૂગર્ભ ગટર કેમ દેખાતી નથી? તે પણ એક તપાસનો વિષય છે.

વર્તમાન સમયમાં ચાંદીપુરા વાઇરસે સૌરાષ્ટ્ર-ગુજરાત પર ભયંકર પંજો ફેલાવી દીધો છે. આ વાતમાં રાજકોટનો પણ સમાવેશ થયો છે. ત્યારે સંબંધિતો કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી, પીએમ રૂમ નજીકની ભૂગર્ભ ગટરને સાફસુફી કરીને પૂર્વવત કરાવે તે જરૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement