શેર ડબ્બા ટ્રેડિંગના સૂત્રધાર દીપક ઠક્કરની દુબઈ અને ગુજરાતની મિલ્કતો અંગે માહિતી મેળવતી એસએમસી
ઘરે દરોડામાં રૂ.4.50 લાખની રોકડ કબજે કરી બે બેંક લોકરો સીલ, ભાડે રખાયેલા એકાઉન્ટની લેવડ-દેવડ અંગે તપાસ
અમદાવાદના શેર ડબ્બા કૌભાંડના સુત્રધાર દિપક ઠક્કરને સ્ટેટ મોનીટરીંગની ટીમે દુબઇથી ઝડપી લીધા બાદ તેની રીમાન્ડ ઉ5ર પુછપરછ શરૂ કરી છે. દિપકના ઘરે તપાસ દરમ્યાન રૂ.4.50 લાખની રોકડ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દિપકને તેની પત્નીના બેંક એકાઉન્ટ અને લોકરો સીલ કરી લેવડ દેવડ અંગેની માહિતી મેળવી તેને ખોલવા તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન દિપક ઠક્કરની મિલ્કતોની માહિતી પણ બહાર આવી છે.
પોલીસ કસ્ટડી રીમાન્ડ દરમ્યાન ઘરની ઝડતી તપાસ કરતાં, તેના ઘરેથી રોકડા રૂૂપિયા 4,50,000/- મળી આવતાં તેને ગુનાના કામે કબ્જે કરી, આરોપીની સઘન પુછપરછ કરતાં. તેના નામે તથા તેના કુટુંબીઓના નામે અલગ અલગ સંપત્તિ હોવાનું જણાઈ આવેલ છે. જેમાં ડીસામાં પાટણ રોડ ઉપર રેલ્વે ફાટક પાસે છેલ્લા ત્રણ વર્ષથી એક સી.એન.જી. ગેસનો પંપ છે જે પંપ જુના ડીસામાં રહેતાં ફિરોઝભાઈ ચલાવે છે.
ડીસામાં નિલકમલ સોસાયટીમાં 1200 ફુટના ત્રણ પ્લોટ છે, ડીસામાં રાજકમલ પાર્કમાં 1375 ફુટ જગ્યામાં તેના અને તેની પત્નિના સંયુક્ત નામે મકાન છે, ડીસામાં પાલનપુર હાઈવે પર ડીસન્ટ હોટલની પાસે એક 4950 ફુટનો પ્લોટ છે, એ.પી.એમ.સી. ભાભરમાં એક દુકાન છે, એ.પી.એમ.સી. ડીસામાં એક દુકાન છે, ભાભર ખાતે 11 વિઘા ખેતીની જમીન આવેલ છે, ડીસા ખાતે 11 વિદ્યા ખેતીની જમીન આવેલ છે, અમદાવાદ પકવાન ચાર રસ્તા પાસે ટાઈટેનીયમ વન કોમર્શીયલ બિલ્ડીંગમાં બે ઓફીસની દુકાનો આવેલ છે જે બન્ને દુકાનો હાલ ભાડે આપેલ છે, અમદાવાદ આનંદનગર વિસ્તારમાં આવેલ પી.એન.ટી.સી. બિલ્ડીંગમાં બે ઓફીસો આવેલ છે.
અમદાવાદ સાયન્સ સીટી બેબીલોન ક્લબની પાછળ 3600 વારનો એક પ્લોટ છે, અમદાવાદ ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલ કાલુપુર બેંકમાં એક લોકર છે, અમદાવાદ સતાધાર ચાર રસ્તા પાસે આવેલ કોટલ મહિન્દ્રા બેંકમાં એક લોકર છે, હોન્ડા કંપનીની બ્રિઓ તથા ટોયટો કંપનીની ઈનોવા ફોરવ્હિલ જે બન્નેનો રજી.નં-4981, દુબઈમાં નિશાન કંપની ફોરવ્હિલ રજી.નં-34825 હોવાનું જાણવા મળ્યું હતું.