For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુર પાસે ચાલતા વરલી મટકાના અખાડા પર એસએમસી ત્રાટકી: 12ની ધરપકડ

12:12 PM Feb 17, 2024 IST | Bhumika
જેતપુર પાસે ચાલતા વરલી મટકાના અખાડા પર એસએમસી ત્રાટકી  12ની ધરપકડ

જેતપુર શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની નાક નીચેથી સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વરલી ફીચરના જુગાર રમાડનાર સહિત 12 શખ્સોની ધરપકડ કરી રૂૂ.37,510 રોકડ સહિત રૂૂ 1,89,010 સાથેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Advertisement

જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગઢ વિસ્તારમાં રોડ ઉપર આવેલ એસ.બી.આઈ.બેન્કની બાજુમાં જાહેરમા વરલી મટકાના આંકડા લખવા માટે મુખ્ય આરોપીએ બધી વ્યવસ્થા ગેરકાયદેસર રીતે ગોઠવી હતી.

આ બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગને મળતા તેમની ટીમ દ્વારા દરોડો પાડતા ઉદ્યોગનગર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. મુખ્ય આરોપી જુગારની પ્રવુતિ ચલાવનાર અફજલ બાલાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વરલી મટકા ચલાવનાર નાસીર દાદભાઈ ખેરાણી,વરલી ફીચર લખનાર, કિશોર ત્રિભુવનભાઈ પટેલ, દીપક વિનુભાઈ બગડા, મોસીન દાદાભાઈ ખીરણી,જુગાર રમવા આવનાર રતિભાઈ જીકાભાઈ રાઠોડ, વિપુલ નાગજીભાઈ મકવાણા, આઝાદ મોહમ્મદભાઈ લાખાણી, દિપક ભુપતભાઈ કુંભાણી, જગુભાઈ ખીમભાઈ સોલંકી, ખીમજીભાઈ પોપટભાઈ માયાણી, દડુભાઇ રુખડભાઈ વાંક, રાજુ ભાણુભાઈ સરવૈયા, મળી કુલ 12 જેટલા આરોપી ઓ સ્ટેટ મોનીટરીંગ દ્વારા ઝડપી ઉદ્યોગ નગર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

Advertisement

આ તમામ આરોપીએ રેડ દરમ્યાન વરલી મટકાનો પેસાથી હારજીતનો જુગાર રમી રમતા રોકડ રૂૂપીયા 37,510 તથા 13 મોબાઈલ વાહનો સહિત મુદામાલ રૂૂ.1,89,010 નો મુદામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે સ્થાનિક જેતપુર ઉદ્યોગનગર પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે કેમ કે જાહેરમાં રમતા હોય છે ત્યારે શું પોલીસની મીઠી નજર હતી? કેમ અત્યાર સુધી ઉદ્યોગનગર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાય તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા રાજકોટ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. એવામાં સ્થાનિક પોલીસ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જે બાદ આજે સ્ટેટ મોનેટરિંગ સેલ જેતપુર શહેર પોલીસને ઊંઘતી રાખી 12 શખ્સોની જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement