રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લસણ-આદુના ભાવમાં આસમાની વધારો, શાકભાજી મોંઘાદાટ

05:56 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીની આવક વધુ રહેતી હોય છે. માંગ પણ એટલી જ હોય છે સામાન્ય ઠંડીની મૌસમમાં ભાવ પણ તળિયે બેસી જતાં હોય છે પરંતુ આ વર્ષ વાતાવરણે ઉત્પાદન બગાડ્યું હોવાથી શાકભાજી સહિતના પાકોની ગુણવતા પર અસર પડતા આવક પણ ઓછી થઈ છે. અને ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જેમાં લસણ અને આદુના ભાવે ગૃહણીઓના બજેટ બગાડ્યા છે.

Advertisement

ગુજરાતમાં લસણના ભાવ ભડકે બળ્યા છે. છેલ્લા એક મહિનામાં લસણના ભાવ 240થી 560 રૂૂપિયે કિલોએ પહોંચ્યા છે. જ્યારે હોલસેલમાં લસણ 440થી 460 રૂૂપિયે કિલો મળી રહ્યું છે. લસણના ભાવમાં થયેલા વધારાની અસર ખરીદનાર અને વેચનાર બન્નેને થઇ રહી છે. જેથી વેપારીઓ પણ છૂટક લસણ લાવીને વેચી રહ્યાં છે.

લીંબુનો ભાવ કિલોએ 140 રૂૂ. અને આદુંનો કિલોએ 160 રૂૂ. ભાવ પહોંચ્યો હતો. લસણના ભાવમાં વધારો થવા અંગે વેપારીઓનું માનવું છેકે, ઓછું ઉત્પાદન અને મધ્ય પ્રદેશથી લસણ આવવાનું બંધ થયું હોવાથી ભાવમાં વધારો થયો છે. લસણની સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ગવાર, ભીંડા, મરચા. દેશી કાકડી, ફણસી, તુરિયા, સુરતી પાપડી સહિતના શાકભાજીમાં કિલોએ 40થી 60 રૂૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. મકાઇ 50 રૂૂપિયે કિલો મળી રહી છે. ફળોના ભાવમાં પણ વધારો થયો છે. કેળા 70 રૂૂ. ડઝન, ચીકુ 140 રૂૂ. કિલો, દ્રાક્ષ 90 કિલો અને પાઇનેપલ 100 રૂૂપિયે કિલો મળી રહ્યાં છે.

પ્રસંગોમાં મિક્સ વેજિટેબલની સબ્જી ઓછી થઈ
શાકભાજીના ભાવમાં આવેલા વધારાથખી લોકો ખરીદવાનું ટાળી રહ્યા છે. ત્યારે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. અને આ વિવિધ પ્રસંગોમાં લોકો મિક્સ વેજીટેબલની સબ્જી બનાવવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હાલ શાકભાજીના ભાવમાં આવેલા આસમાની વધારાએ પ્રસંગોમાં મિક્સ વેજીટેબલ સબ્જી સપના સમાન બની ગઈ છે. એન લોકો પંજાબી-સાઉથ ઈન્ડિયન તરફ વધારે વધ્યા છે.

Tags :
gujaratgujarat newsvegetablesvegetables price
Advertisement
Next Article
Advertisement