For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છ માસનું જળસંકટ દૂર: આજી-1 ઓવરફલો, ભાદર-ન્યારી તૈયારીમાં

05:43 PM Sep 08, 2025 IST | Bhumika
છ માસનું જળસંકટ દૂર  આજી 1 ઓવરફલો  ભાદર ન્યારી તૈયારીમાં

રાજકોટ શહેરને પીવાનુ પાણી પૂરુ પાડતા ત્રણ મુખ્ય જળાશયોમાં વિપુલ માત્રામાં જળરાશી ઠલવાઇ

Advertisement

રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરીયાત પૂરી કરવા માટે આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાંથી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.. તેવી જ રીતે ઢાંકી ખાતેથી પાઇપ લાઇન મારફતે જરૂરીયાતનું 20% પાણી પાઇપ લાઇન મારફતે લેવામાં આવી રહ્યુ છે. ત્રણેય ડેમ દર વર્ષે ઓવરફલો થઇ રહ્યા છે. જેમાં આ વર્ષે પણ ગઇકાલે રાત્રે આજી-1 ડેમ ઓવરફલો થયો છે. અને ન્યારી-1 ડેમ ઓવરફલો થવાની 2.50 ફૂટ તેમજ ભાદર-1 ડેમ ઓવરફલો થવાને 4 ફૂટનુ છેટુ હોય હાલ પાણીની ધીંગી આવક ચાલુ હોવાથી બંને ડેમ છલકાવવાની ઘડીઓ ગણાઇ રહી છે.

રાજકોટ શહેરની 5.30 લાખ મીલકતનો દરરોજ 20 મીનિંટ પીવાનુ પાણી આપવા માટે 450 એમએલડી પાણીની જરૂરીયાત રહે છે. આજી-1 ડેમમાંથી 120 એમએલડી તથા ન્યારી-1 ડેમમાંથી 70 એમએલડી અને ભારદ એક ડેમમાંથી 45 એમએલડી પાણી ઉપાડવામાં આવી રહયું છે. જયારે બાકીની જરૂરીયાતનું પાણી બેડી ખાતે પાઇપ લાઇન મારફતે મળતા નર્મદા નીરમાંથી ઉપાડવામાં આવે છે. દર વર્ષે મુખ્ય ત્રણેય ડેમ ઓવરફલો થઇ જાય છે. જેમાં 29 ફૂટની ઉંડાઇ ધરાવતો આજી-1 ડેમ ગઇકાલે રાત્રે 0.॥। ફૂટે ઓવરફલો થઇ ગયો છે. જયારે ન્યારી-1ની 25 ફૂટની ઉંડાઇની સામે હાલ ડેમની સપાટી 23.12 ફૂટે પહોંચી છે અને 34 ફૂટની ઉંડાઇ ધરાવતા ભાદર-1 ડેમની સપાટી 29.55 ફૂટે પહોંચી છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં પાણીનો પ્રવાહ સતત ઠલવાઇ રહ્યો હોવાનુ સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામાં આવી રહયુ છે. જેના લીધે બંને ડેમ એકાદ દિવસમાં છલકાઇ જવાની સંભાવના જોવાઇ રહી છે.

Advertisement

રાજકોટ શહેરની પીવાનુ પાણી પુરુ પાડતા ત્રણ પૈકી આજી-1 ડેમ ઓવરફલો થતા 29 ફૂટની ઉંડાઇ ધરાવતા ડેમમાં 917 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. જયારે ન્યારી-1ડેમની 25 ફૂટની ઉંડાઇની સામે હાલની સપાટી 23.12 ફૂટે પહોંચતા ડેમમાં 995.091 એમસીએફટી પાણીની સંગ્રહ થયો છે. જયારે 34 ફૂટની ઉંડાઇ ધરાવતા ભાદર-1ડેમમાં 4745.25એમસીએફટી જળરાશીનો સંગ્રહ થયો છે. ભાદર ડેમમાંથી આખુ વર્ષ પાણી મળી શકે છે. જયારે ન્યારી-1 ડેમમાં 31-12-2025 સુધીનો પાણીનો જથ્થો અને આજી-1ડેમમાં ચાર માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહીત થયાનું સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આજી કાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા
રાજકોટ શહેરને પીવાનુ પાણી પુરુ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1ડેમમાં મોટી માત્રામા વરસાદી પાણીનો સંગ્રહ થયો છે. પરંતુ આજી-1 ડેમ ગત રાત્રે ઓવરફલો થયો છે. ન્યારી અને ભાદર ડેમમાં દરવાજાની વ્યવસ્થા છે. જયારે રજવાડા સમયમાં આજી-1ડેમમાં પાટીયાની વ્યવસ્થા ન હોવાથી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓવરફલોમાં સતત વધારો થઇ રહ્યો છે અને ડેમમાં દરવાજા ખોલતા પહેલા હેઠવાસના વિસ્તારોને સાવચેત કરવામાં આવતા હોય છે. જે આજી-1 ડેમ ઓવરફલો થતી વખતે જાહેરાત કરી શકાતી નથી. આથી ઓવરફલોમાં સતત વધારો થતો હોય આજી નદી કાંઠાના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement