રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ શહેર જિલ્લામાં જુગારના છ દરોડા : 32 શખ્સો ઝડપાયા

04:45 PM Aug 31, 2024 IST | admin
Advertisement

છ સ્થળે પોલીસના દરોડામાં 1.32 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement

શ્રાવણ માસ પુરો થવાને હવે બે દિવસ બાકી છે છતાં રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ અવિરત ચાલુ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પોલીસે જસદણ, જેતપુર, શાપર વેરાવળ અને ધોરાજીમાં જુગારના દરોડા પાડી જુગાર રમતા 20 શખ્સોને રૂા.1 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે રાજકોટ શહેર પોલીસે સંતકબીર રોડ પર રાજારામ સોસાયટી અને ગોંડલ ચોકડી વાવડી પાસે જુગાર રમતા 12 શખ્સોને ઝડપી 32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જિલ્લાના ચાર અલગ અલગ દરોડામાં જસદણમાં ખાટકી ચોકમાંથી જુગાર રમતા પાંચ શખ્સો રૂા.80,100ની રોકડ સાથે ઝડપાયા હતાં. જ્યારે શાપર વેરાવળમાં ગોદાવરી ગેઈટ પાસે જુગાર રમતા પાંચ શખ્સો રૂા.7040ની રોકડ સાથે ઝડપાઈ ગયા હતાં. જેતપુરમાં ગોપાવાળી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો 11,230ની રોકડ સાથે અને ધોરાજીનાં સુપેડી ગામે ભાયાણી ચોકમાંથી જુગાર રમતા છ શખ્સો 11,320ની રોકડ સાથે ઝડપાઈ ગયા હતાં. જિલ્લામાં પોલીસે આમ કુલ ચાર અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા 20 શખ્સોને એક લાખની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

જ્યારે રાજકોટ શહેરમાં સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં આવેલા મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે થોરાળા પોલીસ મથકના પીએસઆઈ એચ.ટી.જિંજાળા અને સ્ટાફે દરોડો પાડી સુરેશ મણીયાર, અશોક પારેખ, મિહીર પારેખ, કેવલ મણીયાર, વૈશાલીબેન દોશી, પ્રવિણાબેન પારેખ અને દિવ્યાબેન નિર્મળને ઝડપી રોકડા રૂા.18,630નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે બીજા દરોડામાં ગોંડલ ચોકડી પાસે વાવડી મુરલીધર કાંટા પાસે જાહેરમાં જુગાર રમતા ભરત કંડોલીયા, વિજય તેરૈયા, અંકુર વડગામા, કૃષ્ણદેવસિંહ ગોહિલ અને અનિરૂધ્ધસિંહ વાળાને ઝડપી 14,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement
Next Article
Advertisement