મોરબીમાં શાળાની બાજુમાં જુગાર રમતા છ જુગારી ઝડપાયા
12:23 PM Jul 03, 2024 IST | admin
રૂા.20,150નો મુદ્દામાલ જપ્ત કરાયોAdvertisement
મોરબીના વિસીપરામા સરસ્વતી સ્કૂલની બાજુમાં ખૂલ્લા પટમાં જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના વિસીપરામા સરસ્વતી સ્કૂલની બાજુમાં ખૂલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો શંકરભાઈ માવજીભાઈ જ ઉ.વ.પ2, વિજયભાઈ મનુભાઈ અગેચણીયા ઉ.વ.28, યોગેશભાઇ સવસીભાઈ અંગેચણીયા ઉ.વ.31, ગોરધનભાઈ લખમણાભાઈ પંચાસરા ઉ.વ.59, સનાભાઈ મહાદેવભાઈ અગેચણીયા ઉ.વ.60, ચંદુભાઇ બચુભાઇ અગેચણીયા ઉ.વ.51 રહે. બધા અમરેલી રોડ, વીસીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂૂ. 20,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Advertisement
Advertisement