For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાકવચ બાંધતી વિવિધ વર્ગોની બહેનો

03:23 PM Aug 19, 2024 IST | admin
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાકવચ બાંધતી વિવિધ વર્ગોની બહેનો

ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યભરમાંથી આવેલી બહેનો માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું. પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના દીપિકા બહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃશકિત ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી હતી. અને મુખ્યમંત્રીના કાંડે રાખડી બાંધી હતી. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના ધારાસભ્ય રિટા બહેન પટેલ, મેયર મીરાં બહેન તેમજ સમાજના વિવિધ વર્ગોની બહેનોએ ભુપેન્દ્ર પટેલને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીને નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો. આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્ર્લોક લખેલી 140 ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી.

Advertisement

Advertisement
Advertisement
Advertisement