મોટી પાનેલીમાં સમાચાર પત્રના એજન્ટના પુત્રનું નિધન થતાં બહેને ભાઈને કાંધ આપી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીનાસમાચાર પત્ર ના એજન્ટ ભરતભાઈ પાબારીનો યુવાન દીકરો સાવનકુમાર પાબારી ઉ. વર્ષ ત્રીસનું ગંભીર બીમારી સબબ અવસાન થતા પરિવાર માં સોકનું મોજું છવાયું હતું પાનેલીના એજન્ટ લોહાણા સમાજના ભરતભાઈ પાબારીના એકના એક દીકરા ને જન્મ થી થેલેસેમિયા ની બીમારી હોય ભરતભાઈ અને તેમના પત્ની એ જન્મ થી જ દીકરા ની ખુબ સાર સાંભળ રાખેલ હતી નાનપણ માં અવાર નવાર બ્લડ ચેન્જ કરવા માટે હોસ્પિટલ લઇ જઈ દીકરા માટે પોતાના કામધંધો છોડી ને ખુબ ધ્યાન દીધું છેલ્લા સમય માં દર પંદર દિવસે પોરબંદર કે રાજકોટ હોસ્પિટલ માં જઈને લોહી બદલાવી સાવન માટે ઘણું કર્યું હતું હોસ્પિટલ ને બ્લડ ની જરૂૂરિયાત ઉભી થાય ત્યારે પાનેલીમાં અવાર નવાર બ્લડ કેમ્પ નું આયોજન કરી હોસ્પિટલ ને બ્લડ પૂરું પાડેલ છે દીકરો સાવન પણ મમ્મી પપ્પા ની પોતાના પ્રત્યેની કાળજી ને ખુબ સમજતો હતો ક્યારેય કોઈપણ ના કરવાનું કાર્ય કરેલ નથી સાથેજ સમસ્ત ગ્રામજનો પ્રત્યે હળીમલી ને રહેવુ સોસીયલ મીડિયા દ્વારા સામાજિક પ્રસંગો કે ગ્રામજનો ને જરૂૂરિયાત મુજબની કે ખેડૂત લક્ષી જાણકારી પુરી પાડવી દરેકે સાથે પ્રેમ અને લાગણી ભર્યું વર્તન રાખવું આવો સરસ સ્વભાવ થી પોતાની ટૂંકી જિંદગી માં ઘણી સારી યાદો છોડી પરિવાર ને અલવિદા કરી ગયો છે ત્યારે તેમની સુંદર કામગીરી ને યાદો સ્વરૂૂપે લોકો વાગોળતા રહી ગયા છે યુવાન દીકરો પરિવાર વચ્ચે થી ચાલ્યો જતા પરિવાર ઉપર વજ્રઘાત પડ્યો છે ભરતભાઈ ને સંતાનમાં એક દીકરો સાવન અને દીકરી મેઘા છે ત્યારે દીકરીએ પણ આજે પોતાના ભાઈ પ્રત્યેની ફરજ અને પ્રેમ અદા કરતા ભાઈને કાંધ આપી સ્મશાને અગ્નિદાહ આપેલ આ તકે ઉપસ્થિત હરકોઈની આંખો નમ બનેલ. સ્વર્ગસ્થ સાવન પાબારી નું બેસણું આજે સોમવારે અત્રેની લોહાણા સમાજ વાડી ખાતે સાંજે ચાર થી પાંચ દરમિયાન રાખેલ છે.