રિસામણે બેઠેલી ભાભીના સમાધાનમાં ગયેલી નણંદ ઉપર હુમલો થતાં એસિડ-ફિનાઇલ પીધું
શહેરમા જામનગર રોડ વાલ્મીકી વાડીમા રહેતી રીક્ષા ચાલક યુવતી રીસામણે બેઠેલી ભાભીનાં સમાધાન માટે ગઇ હતી ત્યારે ભાભી સહીતનાએ ઝઘડો કરી માર માર્યો હતો. જે અંગે રીક્ષા ચાલક યુવતીને લાગી આવતા એસીડ અને ફીનાઇલ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર વાલ્મીકી વાડીમા રહેતી કાજલબેન સંગેશભાઇ ઘાવરી નામની ર8 વર્ષની યુવતી પોતાનાં ઘરે હતી ત્યારે રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામા એસીડ અને ફીનાઇલ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી.
પ્રાથીમક પુછપરછમા કાજલબેન ઘાવરી એકનાં એક ભાઇની એકની એક બહેન છે. રીક્ષા ચલાવી પરીવારને આર્થીક મદદ કરે છે કાજલબેન ઘાવરીની ભાભી નૈનાબેન હાલ તેના માવતરનાં ઘરે રીસામણે બેઠી છે. રીસામણે બેઠેલી ભાભીનાં સમાધાન માટે કાજલબેન ઘાવરી ગઇ હતી. ત્યારે ભાભી નૈનાબેન તેનાં ભાઇ અભી અને તેની માતા ઇલાબેને હુમલો કર્યો હતો. જે અંગે કાજલબેન ઘાવરીને માઠુ લાગી આવતા એસીડ અને ફીનાઇલ પી લીધુ હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપસ હાથ ધરી છે.