રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કારચાલકે બાઇકને ઉલાળતા સાળા-બનેવીનાં મોત

12:05 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નવી કારની ખરીદી કરવા જામનગર જતી વેળા ઠેબા ચોકડીએ કાળ ભેટયો, પરિવારમા ગમગીની

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હતા. નવી કારની ખરીદી અર્થે સાળો-બનેવી જામનગર આવી રહ્યા હતા, જે દરમિયાન ઠેબા ચોકડી પાસે ગોજારો અકસ્માત સર્જાતાં બંનેના કરુણ મૃત્યુ નીપજયા હોવાથી પરિવારમાં ભારે શોક નું મોજું ફરી વળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા લક્ષ્મીકાંતભાઈ ભુદરજીભાઈ સોંડાગર (ઉંમર વર્ષ 41) કે જેઓને નવી કાર ખરીદ કરવી હોવાથી પોતાના મોટર સાયકલ પર બેસીને કાલાવડ થી જામનગર તરફ આવી રહ્યા હતા, અને તેઓએ પોતાની સાથે બાઈકમાં પોતાના જ બનેવી રાજેશભાઈ રતિલાલભાઈ ગંગાજળિયા (45) ને પાછળ બેસાડ્યા હતા. જેઓ બંને ગઈકાલે બપોરે 4.15 વાગ્યે કાલાવડ જામનગર રોડ પર ઠેબા ચોકડી પાસે પહોંચ્યા હતા, જે દરમિયાન જામનગર તરફથી ફુલ સ્પીડમાં આવી રહેલી જી જે 10 ડી.જે. 7235 નંબરની ઇકો કાર ના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં સાળો-બનેવી બંને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ ગયા હતા, અને તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ બંને ના મૃત્યુ નીપજ્યા હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક લક્ષ્મીકાંત ભાઈ ના કાકા દિનેશભાઈ રણછોડભાઈએ જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસમાં મથકમાં જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન શેખ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ બી એન લાંબરીયા વગેરે ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ઇકો કાર ના ચાલક સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsjamnagar
Advertisement
Next Article
Advertisement