ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

1951થી રેવન્યુ રેકર્ડ એક વારસના નામે હોવા માત્રથી અન્ય વારસોનો હક્ક ખતમ થતો નથી

04:15 PM Dec 24, 2024 IST | Bhumika
Advertisement

દેશ આઝાદ બાદથી રેવન્યુ રેકર્ડ પર એક જ વારસના નામેં મિલકત-જમીન હોય તો અન્ય વારસોનો હક્ક ખતમ થઇ જતો નથી એવો સીમાવર્તી ચુકાદો જામનગરના એક વારસાગત મિલકત માલિકીના કિસ્સામાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ભાઈએ બહેનોને વારસાઈ હકથી વંચિત રાખ્યા બાદ છેક વડી અદાલત સુધી પહોચેલ આ પ્રકરણને લઈને જામનગર સહીત જીલ્લાભરમાં ભારે રોચકતા જગાવી છે. જામનગરમાં શહેરમાં (3બી)માં 790 નંબરના રેવન્યુ સર્વેમાં 17 નંબરના ખાતાથી આવેલ છે. આ ખેતીની જમીન વર્ષ 1951થી ખેડૂત ઘાંચી કાસમ મુસાના નામે ચાલતી હતી. કાસમભાઈને એક પુત્ર અને ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. ખેડૂત કાસમભાઈના અવસાન બાદ મુસ્લીમ કાનુન પ્રમાણે ખેતીની જમીનમાં તેમના તમામ વારસોનો હકક્ક, હીત, લાગ, ભાગ અને અધીકાર પ્રસ્થાપિત થયેલ છે. દરમિયાન આ જમીનના ટ્રસ્ટી તરીકે કાસમ મુસાના પુત્ર સલેમાન કાસમ ટ્રસ્ટી તરીકે વ્યવહાર કરતા હોવાથી માત્ર વ્યવસ્થા ખાતર તેમનું નામ રેવન્યુ રેકર્ડમાં રહ્યું હતું. તેઓના અવસાન બાદ ફીસકલ પર્પજના રેવન્યુ રેકર્ડ પર કાદર સલેમાન, ગની સલેમાન, ફાતેમાબેન સલેમાન તથા હફીઝા સલેમાનના નામો પ્રસ્થાપીત થયા હતા. જેને લઈને કાસમભાઈની પુત્રીઓ મરીયમ કાસમ, ખતીજા કાસમ તથા રાભિયા કાસમના વારસોનો હિસ્સો અલગ કરાયો ન હતો.

Advertisement

જેને લઈને પુત્રીઓ વતી પોતાનો હિસ્સો મેળવવા એડીમીટ્રેશન કરવા અંગે તથા ડેકલેરેશન અને કાયમી મનાઈ હુકમ મળવા જામનગર કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈને રેવન્યુ રેકર્ડ પરના સલેમાન કાસમના વારસો દ્વારા નોટીસ મળ્યે નામદાર કોર્ટમાં અરજી કરી જણાવેલ કે 1951 થી સલેમાન કાસમનું નામ રેવન્યુ રેકર્ડમાં ચાલતુ હોય, જેથી કાસમ મુસાને પુત્રીઓ દ્વારા થયેલ દાવો રદ કરવામાં આવે. જામનગરની અદાલત દ્વારા રેવન્યુ રેકર્ડ પરના વ્યકતીઓની દાવો રદ કરવાની અરજી રદ કરી હતી. આ હુકમ સામે કાદર સલેમાન, ગની સલેમાન વતી તેમજ ફાતેમાબેન સલેમાન તથા હફીઝા સલેમાન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીસન દાખલ કરવામાં આવી હતી. કાસમ મુસાની પુત્રીઓ વતી ગુજરાત હાઈકોર્ટમાં સીનીયર વકીલ તૃષા પટેલ, દિગ્વીજયસિંહ ચૌહાણ, સીવાંગી વ્યાસ તથા ગિરીશ આર. ગોજીયાએ ધારદાર દલીલો કરી હતી. વડી અદાલતે ઉભય પક્ષની દલીલો સાંભળી રેવન્યુ રેકર્ડ પરના વ્યકતીઓની અરજી રેકર્ડ તથા કાસમ મુસાની દીકરીઓ મરીયમ કાસમ, ખતીજા કાસમ તથા રાભીયા કાસમનો વારસો દ્વારા થયેલ દાવાની હકીકત તથા વારસાઈ હકકમાંની રીઝેકટ કરેલ છે. નામદાર હાઈકોર્ટે સ્પસ્ટ કરેલ છે કે, 1951 થી રેવન્યુ રેકર્ડ પોતાના નામે હોવા માત્રથી અન્યના હક્કો પુરાવા લીધા સીવાય નક્કી થઈ શકે નહીં કે રેવન્યુ રેકર્ડના આધારે માલિકી હકક પ્રસ્થાપીત થાય નહીં.

Tags :
gujaratgujarat newsjamnagar
Advertisement
Advertisement