ખાનગી મેળા માટે મનપા ત્રણ મેદાન ભાડે આપશે
સરકારની એસઓપીનું ચૂસ્ત પાલન કરાવાશે, ટેન્ડર પ્રસિદ્ધ
રાજકોટ શહેરમાં જન્માષ્ટમી દરમિયાન રેસકોર્સ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો યોજાય છે. અને સાથો સાથ શહેરમાં અલગ અલગ સ્થળે પ્રાયવેટ મેળાના પણ આયોજન થતાં હોય છે. જેના માટે મહાનગરપાલિકા પોતાની માલીકીના અલગ અલગ પ્લોટ મેળા માટે ભાડેથી આપે છે. જેથી આ વર્ષે પણ મનપા ત્રણ પ્લોટ નિયત કરેલ ભાડુ વસુલી પ્રાયવેટ મેળાના સંચાલકોને ભાડેથી આપશે. પરંતુ આ વખતે ત્રણેય મેદાન માટે મેળાના સંચાલકોને સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આ મુજબનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા મેળાના આયોજન માટે ત્રણ પ્લોટ ભાડેથી આપશે. જેમાં નાનામૌવા સર્કલ કોર્નર પેટ્રોલપંપની બાજુમાં આવેલ ટીપીનો પ્લોટ જેનું ક્ષેત્રફળ 9438 ચો.મી. છે.
જે પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા. 5 લેખે તથા સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામે આવેલ ટીપીનો પ્લોટ ક્ષેત્રફળ 5388 ચો.મી. પ્રતિ ચો.મી. રૂા. 5 પ્રતિ દિન ભાડુ વસુલી અને અમિન માર્ગ કોર્નર ઝેડબ્લુની સામે આવેલ ટીપી પ્લોટ ક્ષેત્રફળ 4669 ચો.મી. પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા. 5ના ભાડા લેખે મેળાના સંચાલકોને આપશે. આ મેદાન માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવાામ્ં આવ્યું છે. ભાડાની સાથો સાથ ડિફોઝીટ પેટે સંચાલકોએ પ્રતિ પ્લોટ દીઠ રૂા. 1 લાખ ઈએમડીની રકમ જમા કરાવવાની રહેશે. મહાનગરપાલિકા દ્વારા નાના મૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ અને અમિન માર્ગ કોર્નર પર આવેલા પ્લોટ મેળા માટે ભાડે આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
દર વખતની માફક આ વખતે પણ પ્રતિ ચો.મી. એક દિવસનું ભાડુ રૂા. 5 નીયત કરવામાં આવ્યું છે. જેની સામે હવે સરકારની મેળા માટે જાહેર કરેલ એસઓપી મુજબ સંચાલન આપવામાં આવશે. મેળા સંચાલકો રાઈડ્સ સહિતમાં સરકારે જાહેર કરેલ ઓસઓપીનો ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે અન્યથા મેદાન ભાડે રાખ્યા બાદ એસઓપીનું પાલન ન થયું હોય ત્યારે રાઈડ્સને મંજુરી આપવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.