વેરાવિભાગની સાયલન્ટ કામગીરી, સાત માસમાં 207 મિલકત સિલ
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ-09-04-2025થી વેરાની વસુલાત ચાલુ કરવામાં આવેલ છે. તારીખ-08-11-2025 સુધીમાં કુલ-3,82,951 કરદાતા દ્રારા રૂૂ.301.03 કરોડની વસુલાત થયેલ છે. વર્ષ 2025-2026માં બાકી મિલકત વેશ-વસુલાત સામે વોર્ડ નં-1મા કુલ-9. વોર્ડ નં-2મા કુલ-11. વોર્ડ નં-3મા કુલ-19, વોર્ડ નં-5માં કુલ-2, વોર્ડ નં-6માં કુલ-5, વોર્ડ નં-7માં કુલ-98, વોર્ડ નં-8માં કુલ-4, વોર્ડ નં-9મા કુલ-7, વોર્ડ નં-10માં કુલ-18, વોર્ડ નં-11માં કુલ-8, વોર્ડ નં-12માં કુલ-8, વોર્ડ નં-13માં કુલ-4, વોર્ડ નં-14માં કુલ-6, વોર્ડ નં-17માં કુલ-6 અને વોર્ડ ન-18માં કુલ-ર, આમ, તા.09-04-2025 થી તા.08-11-2025 સુધીમાં કુલ 207 મિલકતોને સીલ મારેલ છે.
આ કામગીરી મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર સી.કે. નદાણી તથા ઇ.ચા. નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર) તથા સેન્ટ્રલ ઝોનના આસી. કમિશ્નર સમીર ધડુક તથા વેસ્ટ ઝોનના આસી કમિશ્નર દીપેન ડોડીયા તથા ઈસ્ટ ઝોનના આસી કમિશ્નર એચ.પી.રૂૂપારેલીયા તથા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા અને ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્સપેકટરઓ દ્રારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.