ભાવનગરમાં સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા. નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ: 2ના મોત, 4 મજૂરોની હાલત ગંભીર
10:50 AM Dec 28, 2023 IST | Bhumika
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આગની ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. ભાવનગરના સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા.નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 2 શ્રમિકનો મોત થયાં હતા અને 4 શ્રમિક ઈજાગ્રસ્ત થયાં હતાં. મળતી વિગતો અનુસાર ફેકટરીમાં લોખંડ ઓગાળતા સમયે આ બ્લાસ્ટની ઘટના બની હતી. આ બ્લાસ્ટમાં ચાર કર્મચારી દાઝી જતાં તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Advertisement
જામનગરની જીજી હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં ICU વિભાગમાં આગ લાગતા દોડધામ મચી હતી.
Advertisement
Advertisement