મંદીમાં પટકાયેલ હીરાબજારમાં ‘ચમક’ આવવાના સંકેત
સુરતનું હીરા બજાર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે લાંબા સમયથી હીરા બજારમાં મંદીનો માહોલ છે ત્યારે નવા વર્ષની શરૂૂઆતમાં હીરા બજારમાં તેજીના એંધાણ દેખાય છે ચીનની લેબગ્રોન ડાયમંડ કંપનીઓ મેદાનમાં ઉતરી છે અને ચીની બનાવટના લેબગ્રોન ડાયમંડની માગ વધી છે જેના કારણે લેબગ્રોન રફ હીરાનાં ભાવ 13થી 15 ટકા વધ્યા છે.ડિસેમ્બર 2024માં નેચરલ રફ ડાયમંડના ભાવ ઘટયા હતા.નેચરલ રફ ડાયમંડમાં 15 ટકા સુધી ભાવ ઘટ્યા હતાં.
ઉપરાંત યુનિયને નિયમો અમલમાં આવે તે પહેલાં ઊઞ કે રશિયા સિવાયના દેશોના હીરાને મુક્તિ આપવા ગ્રાન્ડ ફાધરિંગ કલમ પણ ઉમેરી છે. નવા પ્રતિબંધો મુખ્યત્વે લિક્વિફાઈડ નેચરલ ગેસને લક્ષ્ય બનાવે છે. જેમાં હાલના પ્રતિબંધોની છટકબારીઓ દૂર કરી 116 સંસ્થા અને વ્યક્તિઓને પ્રતિબંધિત કરવાનું લક્ષ્ય છે. જ્યારે નવા નિયમોમાં એક્ઝિબિશન કે સમારકામ માટે રશિયામાંથી જ્વેલરીની અસ્થાયી આયાત-નિકાસને પણ મંજૂરી આપે છે. યુરોપિયન યુનિયનએ રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પિરિયડના અમલને છ મહિના લંબાવ્યો છે. જે અનુસાર હવે 1 સપ્ટેમ્બરની તારીખ લંબાવી રફ-પોલિશ્ડ હીરાની આયાત માટે 1 માર્ચ, 2025 બાદ અમલમાં આવશે. વૈશ્વિક મંદી વચ્ચે હીરા ઉદ્યોગને રાહત મળી છે.યુનિયને હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજથી ફરજિયાત બનાવશે. ત્યારબાદ આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે.
સુરતના હીરા વેપારીઓ માને છે કે,જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર છે તો આર્થિક મંદીથી માત્ર 30 થી 32% ટાર્ગેટ શકય બન્યો છે.હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા,ચાઇના - હોંકોંગ આર્થિક મંદી , રશિયા - યુક્રેન યુદ્ધ અને અમિરિકાની આર્થિક મંદીથી હીરા ઉદ્યોગનો વેપાર હતો ઠપ તો આ ત્રણેય મોટા પરિબળોમાં અમેરિકામાં ફેરફાર આવતા ફરી વેપારની મળી આશા,જેમ્સ જ્વેલરીના એક્સપોર્ટનો ટાર્ગેટ 42 બિલિયન ડોલર હતો જે આર્થિક મંદીના કારણે 33 બિલિયન ડોલર સુધી જ પહોંચી શક્યા હતા.કેન્દ્ર સરકાર દ્વારા 2027 સુધીમાં એક્સપોર્ટ માટે 75 બિલિયન ડોલરનો ટાર્ગેટ આપ્યો છે.