For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા સૂકા મરચાંની આવકના થયા શ્રીગણેશ

06:07 PM Oct 03, 2024 IST | Bhumika
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા સૂકા મરચાંની આવકના થયા શ્રીગણેશ
Advertisement

મિડિયમ ગુણવત્તા છતાં રૂા.3151માં સોદા : 11 ભારી મરચાં ઠલવાયા

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવા સુકા મરચાની આવકના શ્રીગણેશ થયા છે આજે 11 જેટલી ભારી નવા મરચાની ઠલવાઈ હતી. જેનો રૂા.3151માં સોદો થયો હતો.
રાજકોટ યાર્ડમાં આજે ચુડા તાલુકાના ચોકડી ગામના ખેડૂત જીવરાજભાઈ 7 જેટલી ભારી લઈ આવ્યા હતાં જેની હરરાજી થતાં યાર્ડના કમીશન એજન્ટ અલખધની ઈન્ટરપ્રાઈઝ દ્વારા સોદો કરતા યાર્ડના વેપારી બંશી દ્વારા રૂા.3151માં સોદો કરવામાં આવ્યો હતો. આવકની શરૂઆતમાં જ સારા ભાવ મળતાં ખેડૂત ખુશ થયા હતાં.

Advertisement

આ અંગે વેપારીએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં હાલ ભાવમાં રૂા.300 થી 400નો વધારો થયો છે જો કે ગત વર્ષ કરતાં ગુણવતામાં થોડો તફાવત જોવા મળ્યો છે આ વર્ષ ભારે વરસાદ અને વાતાવરણના કારણે મરચાના ઉત્પાદનને અસર પડી છે અને તેના કારણે આવકમાં ઘટાડો અને ભાવમાં વધારો થવાની શકયતા છે આ વર્ષ વાવણી વહેલી થતાં આવક પણ વહેલી શરૂ થઈ છે. દિવાળી બાદ આવકમાં વધારો થશે. દિવાળી બાદ અન્ય રાજ્યના વેપારીઓ પણ ખરીદી કરવા આવશે જેમાં રાજસ્થાન, કર્ણાટક, મુંબઈ સહિતના રાજ્યોના વેપારી દર વર્ષ ખરીદી કરતાં હોય છે તેમાં સાનિયા નામના મરચાની માંગ વધારે રહે છે. ગુજરાતીઓ મોટાભાગે રેવા મરચાનો ખાવામાં ઉપયોગ વધારે કરતાં હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement