હાપા માર્કેટ યાર્ડમાં અજમાની નવી આવકના શ્રી ગણેશ
ગુજરાતમાં અજમાનું મુખ્ય વેપાર કેન્દ્ર એવા હાપા માર્કેટ યાર્ડમાં આજે નવા અજમાની આવક શરૂૂ થઈ છે. આ વર્ષે અજમાના ભાવમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. આજે અમરેલી જિલ્લાના ઘનશ્યામનગર (ખાંભા) ગામના ખેડૂત મુન્નાભાઈ માધાભાઈનો 10 મણ અજમો હરાજીમાં મુકવામાં આવ્યો હતો. આ અજમાનો ભાવ રૂૂ. 4551 બોલાયો હતો.
આ અજમાની હરાજી કમિશન એજન્ટ રવજીભાઈ કુરજીભાઈ એન્ડ કુ દ્વારા કરવામાં આવી હતી અને નથવાણી બ્રધર્સે ખરીદી કરી હતી.હાપા માર્કેટ યાર્ડમાં અજમાની આવક દર વર્ષે શરૂૂ થાય છે. પરંતુ આ વર્ષે અજમાની ગુણવત્તા સારી હોવાથી ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. ખેડૂતોને આ ભાવ મળતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છ.
હાપા માર્કેટ યાર્ડ ગુજરાતનું સૌથી મોટું ખેતી ઉત્પાદનોનું માર્કેટ યાર્ડ છે. અહીં રાજ્યભરમાંથી ખેડૂતો પોતાના પાક વેચવા માટે આવે છે. ખાસ કરીને અજમા માટે તો હાપા માર્કેટ યાર્ડ એક મહત્વનું કેન્દ્ર છે. અહીં દેશના વિવિધ ભાગોમાંથી વેપારીઓ આવીને અજમા ખરીદે છે. અજમાનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે. અજમાનું તેલ ખૂબ જ મોંઘુ હોય છે અને તેની માંગ વિશ્વભરમાં છે.