રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જિલ્લામાં શ્રાવણિયો જુગાર શરૂ: 6 મહિલા સહિત રપ ઝડપાયા

12:25 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શ્રાવણ માસની શરૂૂઆત આજથી થઈ ચૂકી છે ત્યારે જુગારી તત્વો પણ પોતાનું નશીબ અજમાવવા મેદાનમાં આવ્યા છે. જયારે પોલીસતંત્ર પણ જુગાર તત્વોને પકડી પાડવા સજજ બન્યું છે. ગઈકાલે જામનગર તેમજ લાલપુરમાં જુગાર અંગેના જુદા જુદા પાંચ દરોડાઓ પાડવામાં આવ્યા હતાં.

જેમાં 6 મહિલા સહિત કુલ રપ પતાપે્રમીઓને ઝડપી લઈ તેઓ પાસેથી 81 હજારની રોકડ સહિતની માલમતા કબ્જે કરવામાં આવી છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે ગંજીપના વડે રોનપોલીસનો જુગાર રમી રહેલ જાકુબભાઈ સાદુરભાઈ માલાણી, રજાક વલીમામદ જામ, જાવેદ રસુલભાઈ જામ, ઈશાકભાઈ યુસુફભાઈ માણેક અને અલીભાઈ બાવાભાઈ મોવર નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 11,ર30 કબ્જે કર્યા હતા. કનકસિંહ વિજયસિંહ જાડેજા, પ્રફૂલ્લભાઈ સોની, સીમાબેન સોની અને ઉર્મિલાબેન શિંદે સહિત કુલ 6 પતાપે્રમીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 3પ40 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત લાલપુરમાં સીમ વિસ્તારમાં બળુભા જાડેજાની વાડી પાસે જાહેરમાં જુગાર રમી રહેલ હિતેશભાઈ દેવજીભાઈ નેશડિયા, નટુભાઈ મોહનભાઈ દેસડિયા, નુરમામદ ઈસ્માઈલ ભટી નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 10,470 કબ્જે કર્યા હતા. જયારે લાલપુર તાલુકાના ભણગોર ગામે બાવળની ઝાડીમાં જુગાર રમી રહેલ હંસાબેન મંગાભાઈ પરમાર, ચંદુભાઈ આમરાભાઈ જાદવ, વશરામ જેઠાભાઈ વારસકિયા, વલ્લભ નારણભાઈ વાવણોટિયા સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ તેઓ પાસેથી રૂૂા. 8પ00ની રોકડ કબ્જે કરી હતી.

જ્યારે જામનગરમાં ખોડિયાર કોલોનીમાં આવેલ સોનલનગર પાસે અમુ મહારાજની વાડીની બાજુમાં એક રહેણાંક મકાનમાં ગંજીપના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાલિક દિલીપસિંહ નારૂૂભા વાઢેર, માનસંગ ધીરૂૂભા કંચવા, ગુમાનસિંહ રણુભા ગોહિલ, ચિરાગ ભોજાભાઈ ગઢવી, કિરણબા માનસંગભાઈ કંચવા અને દેવલબેન વીરાભાઈ માયાણી સહિત સાત શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂૂા. 47,400 કબ્જે કર્યા હતા.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement