રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તંત્રએ બંધ કર્યા બાદ શ્રાવણી મેળો ફરી શરૂ

12:15 PM Sep 06, 2024 IST | admin
Advertisement

રાઇડ્સના પર્ફોમન્સ લાઇસન્સ ઇસ્યુ કરાયા

Advertisement

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે રાત્રે શ્રાવણી મેળો ફરી શરૂૂ થયો છે. રાઇડ્સ સંચાલકોને આજે પર્ફોમન્સ લાઇસન્સ મળી જતાં આગામી 11 સપ્ટેમ્બર સુધી તમામ યાંત્રિક રાઇડ્સનું મનોરંજન લઈ શકાશે. મનપાએ મેળાની મુદત વધારી દેતાં જામનગરવાસીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.

વિવિધ કારણોસર એક દિવસ મેળો અટકી પડ્યો હતો. પરંતુ હવે તમામ મુદ્દાઓનું નિરાકરણ થતાં મેળો ફરી શરૂૂ થયો છે. મનપા દ્વારા મેળામાં સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે.

જામનગરની જનતા મોટી સંખ્યામાં મેળામાં ઉમટી રહી છે. ખાસ કરીને યુવાનો અને બાળકો મેળાના આકર્ષણોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. મેળામાં વિવિધ પ્રકારની સ્ટોલ્સ, રમતો અને ખાણી-પીણીની વસ્તુઓ ઉપલબ્ધ છે.

Tags :
gujaratgujarat newsjamanagrjamnagarnewsMelamelanewsShravani Mela resumedsystem stopped
Advertisement
Next Article
Advertisement