For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવાશે શ્રાવણ મહિનો

11:47 AM Aug 05, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવાશે શ્રાવણ મહિનો
Advertisement

દેવાધી દેવ મહાદેવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આજથી થયો છે. ભારતના હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસએ શિવનો માસ તેમજ અતિ પવિત્ર માનવામાં આવે છે. શિવ આરાધના માટે ઉત્તમ મનાતા આ શ્રાવણ માસની શરૂૂઆત અને પૂર્ણાહુતિ બંને સોમવારે જ થનાર છે. ત્યારે 72 વર્ષ પછી આ યોગ આવ્યો છે. જેને અનુલક્ષીને ખંભાળિયા સહિતના શિવ ભક્તોમાં ઉજવણીના માહોલ વચ્ચે આનંદની લહેર જોવા મળી રહી છે.
1952 પછી પહેલીવાર આ યોગ આવ્યો છે. જેમાં 5 ઓગસ્ટ ને સોમવારથી શ્રાવણ માસ શરૂૂ થશે અને 3 સપ્ટેમ્બરના રોજ 30 દિવસ પછી સોમવારે જ પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થશે. સામાન્ય રીતે દરેક માસમાં 4 સોમવાર હોય પણ આ વખતે પાંચ સોમવાર છે. શિવજીનો અતિપ્રિય વાર સોમવાર કે જે ચંદ્રનો વાર ગણાય છે તથા 12 જ્યોતિર્લિંગમાં પહેલું પણ સોમનાથ છે. આ વખતના શ્રાવણ માસમાં અતિ મહત્વના ત્રણ યોગ અમૃત સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ તથા પ્રીતિયોગનો ત્રિવેણી સંગમ પણ છે.

શ્રાવણ માસને સિદ્ધ માસ પણ કહે છે. શિવભક્તો દ્વારા એક લોટો જળ ચડાવીને પ્રસન્ન થતા ભોળાનાથને રિઝવવા માટે લોકો દ્વારા વિશિષ્ટ યજ્ઞ, ઘીની મહાપૂજા, શિવપુરાણ, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ મહામંત્ર, મહામૃત્યુંજય જાપ, શિવ તાંડવ સ્ત્રોતથી પૂજા તેમજ વાંચન કરવામાં આવે છે.

Advertisement

આ વખતે શ્રાવણ માસમાં જ ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ થનાર છે. ત્યારે છેક 72 વર્ષ પછી સોમવારે શરૂૂ થઈને સોમવારે પૂર્ણ થનાર શ્રાવણ માસને આવકારવા શિવ ભક્તો પણ તત્પર બન્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો દેવોની ભૂમિ છે. અહીં ભગવાન દ્વારકાધીશ, હરસિધ્ધિ માતાજી, શનિદેવનું જન્મ સ્થળ હાથલા, નાગેશ્વર મહાદેવ, સહિતના દેવોનો વાસ છે. અહીં મોટી સંખ્યામાં પુરાણોમાં તેનો ઉલ્લેખ છે તેવા પાંડવોએ ત્યારે અજ્ઞાતવાસ કર્યો, તે સમયના 5,000 વર્ષ પ્રાચીન શિવ મંદિરો પણ આવેલા છે.

ખંભાળિયા શહેરમાં ખામનાથ મહાદેવ કે જે તેની ઘી ની મહાપૂજા તથા વિશિષ્ટ દર્શન માટે પ્રસિદ્ધ છે. ઘી નદીના કાંઠે ત્રણ શિવલિંગ વાળા રામનાથ મહાદેવ ઉપરાંત શહેરમાં શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, તેલી નદીના કાંઠે બિરાજતા સુખનાથ મહાદેવ, ટેકરી પર બિરાજતા જડેશ્વર મહાદેવ, શક્તિનગરમાં ભવ્ય મેળો યોજાય છે તે શીરેશ્વર મહાદેવ, ગ્રામ્ય પંથકમાં રામનગરમાં અખંડ ધુણા વાળા બાલનાથ મહાદેવ, ભાતેલમાં સ્ટેશન માસ્તર વતી ફરજ બજાવેલા ઐતિહાસિક ભોળેશ્વર મહાદેવ, દાત્રાણા પંથકમાં દંતેશ્વર મહાદેવ કે જે છઠ્ઠી સદીમાં બનેલું પ્રાચીન શિવ મંદિર છે.ભાણવડ પાસે પાંડવોના અજ્ઞાતવાસના સમયના ઈન્દ્રેશ્વર મહાદેવ તથા બરડા ડુંગરમાં બિરાજતા કિલેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, બિલનાથ મહાદેવ, ગોપના ડુંગર પર બિરાજતા ગોપનાથ મહાદેવ, બજાણા ગામના કાશી વિશ્વનાથ મહાદેવ, સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા કોટા ગામના કોટેશ્વર મહાદેવ, વડત્રા ગામે ધિંગેશ્વર મહાદેવ, મોડપર પાસે તુંંગેશ્વર મહાદેવ, સોડસલા ગામે નાગનાથ મહાદેવ, ભરાણા ગામે ધીંગેશ્વર મહાદેવ, ખંભાળિયાના મહાદેવ વાડાના શિવ મંદિરો કે જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ બિલિપત્ર ચડે છે. ત્યારે સોમવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂૂ થતો હોય, શિવ ભક્તો આ અંગેની તૈયારીઓમાં લાગી ગયા છે. તમામ શિવ મંદિરોમાં આખો શ્રાવણ માસ દર્શન, પૂજા તથા યજ્ઞના ધર્મમય આયોજનો થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement