સોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવ
લાખો ભાવિકોની વ્યવસ્થા માટે વિશાળ વ્યવસ્થા, સોમવાર અને તહેવારના દિવસોમાં સવારે 4 વાગ્યે ખૂલશે મંદિર
સંકીર્તન મંદિર પરિસરમાં વિશેષ પૂજન માટે માળખુ અને વન સ્ટોપ સોલ્યુસન સેન્ટર ઉભુ કરાયું
શ્રાવણનો પ્રારંભ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવનાસાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીયશીવોત્સવનો પ્રારંભ તા.25/08/2025-શુક્રવાર થશે અને પૂર્ણાહુતી તા.23/08/2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીનાજાપમાં લીન થશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓઉભી કરવામાં આવી છે.
શ્રાવણમાં ભક્તો ચાર સોમવાર, અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ, અમાસસહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણ ના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રી સુવિધાઓ- પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન જન-જન ને સુંદર રીતે થાય તેવુ આગવુ આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન 10લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાંમા ઇક્રોમેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે, શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર દરવર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોનાદિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે.
શ્રી સોમનાથ મંદિરમાં સૌથી ઉત્કૃષ્ટ યાત્રી અનુભવ આપવા મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે. વધારાનો સ્ટાફ, સુપરવાઇઝરો, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહીધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ, સંકલ્પ, સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. અહીં જ યાત્રી વિશેષ કાઉન્ટર પર પૂજા નોંધાવી પણ શકશે. પોતે કરાવેલ પૂજાનો પ્રસાદ પણ અહીં જ પૂજા નોંધાવનાર ભક્તોને પહોંચાડવામાં આવશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન બનશે.
પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન, શ્રીસોમનાથ મંદિરની યજ્ઞશાળામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજયયજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આવનાર ભાવિકો યજ્ઞ પુણ્યનું અર્જન કરી શકે તેના માટે વિશેષ રૂૂપે પ્રતિવર્ષ ટ્રસ્ટ દ્વારા "મહામૃત્યું જયયજ્ઞ"નું આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞમાં કોઈપણ ભક્ત જોડાઈ શકે, અને યજ્ઞનો લાભ લઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં માત્ર 25 રૂની ન્યોછાવર રાશી દ્વારા ભક્તોને યજ્ઞ માટે આહૂતિ દ્રવ્ય, રક્ષા કંકળ, અને યજ્ઞમાં યજમાન બનવાનું પુણ્ય મળે છે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25રૂમાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ
શ્રી સોમનાથ મંદિરમાં થતી દરેક પૂજા જેમાં સોમેશ્વરપૂજા,ધ્વજા પૂજા, મહામૃત્યુંજયમંત્રજાપ, યજ્ઞ, શૃંગાર દર્શન પૂજા, બિલવપુજા, સવાલક્ષ બિલ્વપૂજા, સહિત પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. જે શ્રદ્ધાળુ સોમનાથ ન પહોંચી શકે તેમને ઝૂમ એપના માધ્યમથી ઓનલાઈન સંકલ્પ કરાવી તેમની પૂજા સંપન્ન કરાવવામાં આવશે.Somnath.org પરથી સોમનાથ ટ્રસ્ટના સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી સહિતના અતિથિ ભવનો માંરુમનું ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાશે.
શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલમીડીયાના માધ્યમથી દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @Somnath TempleOfficial ટ્વીટર SomnathTemple યુટ્યુબ SomnathTemple-Official Channel ઇન્સ્ટાગ્રામ Somnath TempleOfficial વોટ્સએપ ચેનલ somnath temple offical તથા ટેલીગ્રામમાં 97260 01008 અને ટ્રસ્ટની વેબસાઇટSOMNATH. ORG પરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
શ્રાવણ માસ દરમીયાન લાખો દર્શનાર્થીઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ લેશે, દર્શન અને આરતી દરમિયાન ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે. દર્શન બાદ યાત્રીઓ મંદિરની અંદર રોકાઇ શકશે નહિં, યાત્રિઓ ને મુશ્કેલી ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત અને વિશેષ સ્ટાફ ગોઠવી વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરનાઅપ્રોચએરિયાથી લઈને પ્રવેશ નિકાસ એરિયા અને મુખ્ય પરિસરમાં થોડા થોડા અંતરે આર.ઓપ્યુરીફાઈડ પીવાના પાણીના પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે.
શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વધુ માત્રામાં પ્રસાદ નિર્માણ, પૂજાવિધિ-ક્લોકરૂૂમ-જુતાઘરસહીતની વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષથી યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે. ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં ક્ષમતા વધારી યાત્રીઓની સુવિધા વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રી ભાલકાતીર્થી, ગીતા મંદિર , શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમ થી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે.
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલંકૃત કરવામાં આવશે. શ્રાવણ માસમાં શ્રાવણ સોમનાથ મહાદેવનેસવાલક્ષ બિલ્વ પત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, સહિતના30દિવસના અલગ અલગ ધાર્મિક મહાત્મ્ય સાથેના શૃંગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશી આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શૃંગાર નોંધાવનાર દરેક ભક્તને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લીમેન્ટરી સ્વરૂૂપે સોમેશ્વર મહાપૂજા પણ કરાવવામાં આવશે. મંદિરના પૂજા વિધિ કાઉન્ટર પર ઈચ્છુક ભક્ત શૃંગાર ન્યોછાવર કરી શકશે.
શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસ કર્મીઓએ સઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધગોઠવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રી સુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.
શ્રાવણ મહોત્સવ કાર્યક્રમ
તા.25/07/2025 શ્રાવણ સુદ એકમ શુક્રવારના દિવસે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. અને તા.23/08/2025 શ્રાવણ વદ અમાસ શનિવારના દિવસે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે.
શ્રાવણ માસના દરેક સોમવાર, પૂર્ણિમા, માસિક શિવરાત્રિ, અમાસ મળી કૂલ 07 દિવસો દરમિયાન પાલખી યાત્રા નું આયોજન પ્રાત: 8-30 કલાકે કરવામાં આવશે.
નીચે મુજબના દિવસોમાં શ્રાવણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં શ્રી સોમનાથ મંદિર તથા શ્રી અહલ્યાબાઈ મંદિર સવારે 4-00 વાગ્યાથી રાત્રે 10-00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
તા.15/08/2025 ના સ્વાતંત્રતા પર્વ નિમિત્તે સોમનાથ મંદિર ખાતે સરદાર વંદના-ધજવંદન-માં ભારતી પૂજન સહિત કાર્યક્રમ.
તા.21/08/2025 શ્રાવણ માસની માસિક શિવરાત્રિ નિમિત્તે શ્રી સોમનાથ મંદિર સવારે 5-30 વાગ્યે ખુલશે અને દિપપૂજન મહાપૂજન મહા આરતી બાદ રાત્રે 1-00 વાગ્યે મંદિર ના દ્વાર બંધ થશે.