For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રાદ્ધ નડ્યું, દસ્તાવેજ નોંધણી- સ્ટેમ્પ ડ્યૂટીમાં રૂ. 25 કરોડનું ગાબડું

05:03 PM Oct 10, 2024 IST | Bhumika
શ્રાદ્ધ નડ્યું  દસ્તાવેજ નોંધણી  સ્ટેમ્પ ડ્યૂટીમાં રૂ  25 કરોડનું ગાબડું
Advertisement

રાજકોટ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં ઓગસ્ટ કરતા 3011 દસ્તાવેજ ઓછા નોંધાયા

રાજકોટ જિલ્લામાં સતત ત્રણ મહિનાથી દસ્તાવેજ નોંધણીમાં જબરદસ્ત વધારો નોંધાયા બાદ સપ્ટેમ્બર મહિનામાં દસ્તાવેજ નોંધણીમાં 20.35 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જૂન મહિનામાં 14,293 દસ્તાવેજ, ઓગસ્ટ મહિનામાં 14,795 દસ્તાવેજ નોંધાયા બાદ સપ્ટેમ્બર મહિનામાં કુલ 11,784 દસ્તાવેજ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં કુલ 18 કચેરીમાં 11,784 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી આપ માટે નોંધણી પેટે સરકારને રૂૂ. 8,99,75,855 ની આવક નોંધાઈ છે અને સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂૂ.53,30,95,206 ની આવક થઈ છે.

Advertisement

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષથી જમીનમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે રાજકોટ શહેર અને જિલ્લામાં ઉદ્યોગો ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ મળતા આજુબાજુના વિસ્તારોમાં પણ જમીનના સોદા ફટાફટ થઈ રહ્યા છે હવે આ સોદા બાદ તેમના દસ્તાવેજ નોંધવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે. સપ્ટેમ્બર મહિના માં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મોરબી રોડ સબ રજીસ્ટર ઓફિસ ખાતે 1380 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્યારબાદ બીજા ક્રમે ગોંડલ વિસ્તારમાં 1051 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્રીજા ક્રમે મવડી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં 1051 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્યારબાદ રૈયા અને લોધીકામાં અનુક્રમે 973 અને 839 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ 14,795 દસ્તાવેજની નોંધણી થઈ હતી જેમાં ફી પેટે રાજ્ય સરકારને નોંધણીથી રૂૂપિયા 12,37,73,130 અને સ્ટેમ ડ્યુટી પેટે રૂૂપિયા 53,30,95,206ની આવક નોંધાઈ હતી. સપ્ટેમ્બર મહિનામાં ઓગસ્ટ કરતા નોંધણી ફી પેટે રૂૂ. 3.37 કરોડ જેટલી આવક ઘટી છે અને સ્ટેમ્પ ડ્યુટી ફીમાં રૂૂ. 22.84 કરોડનો ઘટાડો થયો છે. મુખ્યત્વે સપ્ટેમ્બર મહિનામાં શ્રાદ્ધ પક્ષને દસ્તાવેજો ઓછો નોંધાતા સરકારની આવકમાં રૂૂ. 25 કરોડ જેટલું ગાબડું પડ્યું છે

Advertisement
Tags :
Advertisement
Advertisement