રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિરવા-માખાવડ અને મેટોડામાં ચડ્ડી-બનિયાન ટોળકીનો આતંક

11:07 AM Sep 07, 2024 IST | admin
Advertisement

એક જ રાતમાં એક ડઝનથી વધુ કારખાનાઓમાં ત્રાટકી પોલીસને ફેંકેલો પડકાર

Advertisement

અમુકમાં હાથ ફેરો, કાંઈ હાથ ન લાગ્યું તેવા કારખાનાઓમાં ફરી તોડફોડ

રાજકોટ શહેરમાં આતંક મચાવ્યા બાદ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ હવે ગ્રામ્ય વિસ્તારને નિશાન બનાવ્યું છે. રાજકોટના આસપાસના મેટોડા, લોધિકા અને છાપરા ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચડ્ડી બનિયાનધારી ટોળકી આતંક મચાવી રહી છે. મેટોડાના અલગ અલગ ચારથી વધુ કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યા બાદ માખાવડ તેમજ વિરવા ઈન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ છ થી વધુ કારખાનાઓને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ગઈ હતી. ઉપરાંત દેવગામ છાપરા ઔદ્યોગિક વિસ્તારમાં પણ ચાર જેટલા કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી આતંક મચાવતી આ ચડ્ડી બનિયાનધારી ટોળકીના ત્રાસથી રાજકોટ આસપાસના ઔદ્યોગિક વિસ્તારનાં ઉદ્યોગપતિઓ ચિંતામાં મુકાઈ ગયા છે અને આ મામલે પોલીસને તાત્કાલીક કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

છેલ્લા ચાર દિવસથી રાજકોટના મેટોડા, છાપરા અને વિરવા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ત્રાટકેલી આ ચડ્ડી બનિયાનધારી ટોળકી અલગ અલગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ છ ટીમો આ ટોળકીને પકડવા માટે કામે લાગી છે.

રાજકોટ શહેરના મોરબી બાયપાસ નજીક એડીબી હોટલ પાસે રત્નમ રોયલ બંગલોમાં ડોકટર સહિત પાંચ બંગલાઓમાં ત્રાટકેલી ચડ્ડી બનિયાનધારી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી. રાજકોટ શહેરમાં આતંક મચાવ્યા બાદ આ ટોળકીએ રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તારનાં એકમોને નિશાન બનાવ્યા છે. રાજકોટ શહેરમાં આતંક મચાવ્યા બાદ આ ટોળકીએ લોધિકા, મેટોડા અને છાપરા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આંટાફેરા શરૂ કર્યા છે. લોધિકાના વિરવા ગામે સિધ્ધીવિનાયક ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આ ટોળકીએ દેખા દીધા હતાં.

વહેલી સવારે ત્રાટકેલી આ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ છ કારખાના અને એક પેટ્રોલ પંપને નિશાન બનાવી તાળા તોડી લાખોની રકમ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે પેટ્રોલ પંપમાં માત્ર ચોરીની કોશિષ જ થઈ હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને લોધિકા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફુટેજ તપાસતા પાંચ શખ્સોની આ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, છેલ્લા ચાર દિવસથી આ ટોળકી રાજકોટના ગ્રામ્ય પંથકને ધમરોળી રહી છે. થોડા દિવસ પૂર્વે મેટોડામાં એક સાથે ચાર કારખાનામાં ફાંફાફોડા કરનાર આ ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ માખાવડ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પણ આ ટોળકીએ દેખા દીધા હતાં અને ત્રણ કારખાનામાં તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત મેટોડા નજીક ખીરસરા પાસે બનેલી નવી ઔદ્યોગિક વસાહત દેવગામ છાપરામાં એક સાથે ચાર કારખાનામાં પણ આ ટોળકીએ તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લા ચાર દિવસથી એક ડઝનથી વધુ કારખાનાને નિશાન બનાવનાર આ ટોળકી વહેલી સવારે ત્રણ થી ચાર વાગ્યાના આસપાસ જ પોતાના કામને અંજામ આપે છે. રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે આ તમામ સ્થળે ચોરી કરનારા આ એક જ ડોળકી કે જેમાં પાંચ સભ્યો અલગ અલગ વિસ્તારોમાં જઈને તાળા તોડી ચોરી કરી રહ્યાં છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સુચનાથી આ ટોળકીને ઝડપી લેવા રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી, લોધિકા પોલીસ મેટોડા પોલીસની અલગ અલગ છ ટીમો કામે લાગી છે.

આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસની બે ટીમો મળી કુલ આઠ ટીમો આ ટોળકીને પકડવા કામે લાગી છે. રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવનાર ટોળકીની ભાળ મેળવવામાં હજુ સુધી પોલીસ નિષ્ફળ ગઈ છે. જો કે આ ટોળકીમાં સ્થાનિક કેટલાક મજુરોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં દરેક ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારથી પરીચિત આ ટોળકી રાજકોટ શહેર અને જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિની જાણકાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી હજુ સુધી આ ટોળકી અંગે પોલીસને કોઈ માહિતી મળી નથી.

બે દિવસ પહેલાં ત્રાટકેલી ટોળકીની દહેશતથી છાપરાના કારખાનેદારોએ પોફલીસ રક્ષણ માગ્યું

રાજકોટના ગ્રામ્ય પંથકમાં ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી આતંક મચાવતી ચડ્ડી બનિયાનધારી ટોળકીએ રાજકોટના મેટોડા, લોધિકા અને છાપરા જીઆઈડીસી વિસ્તારમાં આતંક મચાવ્યો હોય રાજકોટનાં વિરવામાં આવેલ સિધ્ધિવિનાયક ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પેટ્રોલ પંપ સહિત છ કારખાનામાં લાખો રૂપિયાની ચોરી કરનાર આ ટોળકીએ બે દિવસ પૂર્વે દેવગામ નજીક નવી બનેલી છાપરા જીઆઈડીસી વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને એક સાથે ચાર કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. નવી બનેલી દેવગામ છાપરા જીઆઈડીસીમાં હજુ સુધી સીસીટીવી કે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ ન હોય આ વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીએ દેખા દેતાં મજુરો કારખાને કામે આવતાં ન હોય આ વિસ્તારનાં કારખાનેદારો અને ઉદ્યોગપતિઓએ આ બાબતે પોલીસ પાસે રક્ષણની માંગણી કરી રાત્રિ પેટ્રોલીંગ વધારવા રજુઆત કરતાં હવે પોલીસે રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારનાં ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ અને બંદોબસ્ત વધારી દીધો છે.

ચડ્ડી-બનિયાનધારી ટોળકીને પકડી લેવા રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસની આઠ ટીમો કામે લાગી

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsShort-vest gang terrorthefttheftgang
Advertisement
Next Article
Advertisement