For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોનલ નગરમાં રહેતા કડિયા પ્રૌઢના ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં ચોકાવનારા ખુલાસા

11:54 AM Jul 12, 2024 IST | admin
સોનલ નગરમાં રહેતા કડિયા પ્રૌઢના ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં ચોકાવનારા ખુલાસા

ખોડિયાર કોલોનીમાં રહેતા એક દંપત્તિના ત્રાસ અને પૈસા પડાવી લીધા હોવાથી આપઘાત કરી લીધાનું ખુલ્યું: મૃતકે લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટ ના આધારે દંપતી સામે પોલીસે દુષપ્રેરણા અંગે ગુનો નોંધ્યો

Advertisement

જામનગર ના સોનલ નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક પ્રોઢે તાજેતરમાં જામનગર નજીક મોરકંડા ગામે આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકે લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટ ના આધારે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક દંપત્તિના ત્રાસ ને કારણે અને પૈસા પડાવી લીધા હોવાથી આત્મહત્યા કરી લીધાનું જાહેર થયું છે, અને પોલીસે મૃતક પ્રૌઢને આત્મહત્યા કરવા માટેની દુષપ્રેરણા આપવા બાબતે દંપત્તિ સામે ગુન્હો નોંધ્યો છે.

આ ચકચાર જનક બનાવવાની વિગત એવી છે કે જામનગર ના ખોડીયાર કોલોની નજીક સોનલ નગરમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા કાનજીભાઈ સોઢા નામના 52 વર્ષના ખવાસ જ્ઞાતિના પ્રોઢ એ ગત 17.6.2024 ના રોજ પોતાના ઘેરથી નીકળી જઇ મોરકંડા ગામ નજીક ઈલેક્ટ્રીકના બે પોલની વચ્ચે દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કાનજીભાઈ ના પુત્ર નિલેશ સોઢા કે જેને મૃતકના ખિસ્સામાં થી પાંચ પાનાની સુસાઇડનોટ મળી આવી હતી. જે પોલીસ સમક્ષ રજૂ કરી હતી. તેમાં જાહેર કરાયા અનુસાર મૃતક કાનજીભાઈ કે જેઓએ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રનગર ના મકાન નું કામ કર્યું હતું.

Advertisement

જેના 95,730 લેવાના બાકી હતા. આ ઉપરાંત મૃતક કાનજીભાઈ ને ફોસલાવીને ઉપરોક્ત દંપતીએ રૂૂપિયા સાડા ચાર લાખ પડાવી લીધા હતા. જે તમામ રકમની માંગણી કરવા જતાં દંપતિએ પૈસા આપ્યા ન હતા, અને કાનજીભાઈ ને માર માર્યો હતો. તેથી તેઓ પોતાના ઘેર પરત આવ્યા પછી ગુમસુમ બની ગયા હતા, અને ત્યારબાદ 17મી તારીખે પોતાનું ઘર છોડીને મોરકંડા ગામે જઈ આપઘાત કરી લીધો હતો.

સિટી એ. ડિવિઝન પોલીસે મૃતક કાનજીભાઈ ના પુત્ર નિલેશ સોઢા ની ફરિયાદ ના આધારે ખોડીયાર કોલોની વિસ્તારના દંપત્તિ સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રસિંહ સોઢા સામે દુષપ્રેરણાં અંગે ની કલમ 306 અને 114 મુજબ ગુન્હો નોંધ્યો છે. આ બનાવને લઈને ખોડીયાર કોલોની વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement