ધ્રોલ બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચાર
04:45 PM Oct 04, 2025 IST | Bhumika
ધ્રોલમાં જામનગરરાજકોટ હાઈવે પર આવેલી બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શનિવાર સવારના સમયે સ્થાનિક લોકોએ નદીમાં મૃતદેહ તણાતો જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
Advertisement
માહિતી મળતા ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ સુનિલ વિક્રમભાઈ ડાંગર (ઉંમર 24 વર્ષ, રહે. રોજીયા ગામ તા. ધ્રોલ) તરીકે થઈ છે. આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ ધ્રોલ પોલીસ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement
Advertisement