ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તણાવની સ્થિતિ હળવી થતાં શિવરાજપુર બીચ સહેલાણીઓથી ઉભરાયો

11:41 AM May 20, 2025 IST | Bhumika
Advertisement

ઉનાળુ વેકેશન માણવા લોકો નીકળતા બીચ ધમધમ્યો, હળવાશની પળો માણતા પ્રવાસીઓ, ઉદ્યોગને પણ ઓક્સિજન મળતા રાહત

Advertisement

હાલમાં ચાલી રહેલા ઉનાળું વેકેશનમાં ઓપરેશન સીન્દુરના દિવસોમાં સમગ્ર દ્વારકા પંથકમાં યાત્રાળુંઓના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ આ વખતના વીક-એન્ડથી ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ ખાતે ઉનાળુ વેકેશનમાં બહોળી સંખ્યામાં સહેલાણીઓ બેનમૂન બીચની મુલાકાતે આવી રહ્યા છે.

યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકા વચ્ચે આવેલા રાજ્યનું હોટ ફેવરીટ પ્રવાસન સ્થળ પૈકીના એક એવા શિવરાજપુર બીચ ખાતે આવતાં પ્રવાસીઓને લીધે સમગ્ર દ્વારકા ક્ષેત્રના પ્રવાસનને પુન: વેગ મળી રહ્યો છે. મે મહિનાના પાછલા પખવાડિયામાં હજારો સહેલાણીઓ બ્લ્યુ ફ્લેગ બીચ તથા આસપાસની યાત્રીકલક્ષી સુવિધાઓ અને બાળકો યુવાનો માટે આકર્ષણ જગાવતી સુવિધાઓની મોજ માણી રહ્યા છે.

દરીયાઈ જીવસૃષ્ટિ તેમજ પાણીની અંદરની અદભૂત દુનિયાને પ્રત્યક્ષ નિહાળવા અનેક સાહસીક તરવૈયાઓ તથા સ્કુબા ડાઈવર્સ માટે શિવરાજપુર બીચ પ્રથમ પસંદ બની રહ્યો છે. ઓકટોબરથી માર્ચના સમયગાળામાં સ્કુબા ડાઈવર્સ વધુ સારી રીતે દરીયાઈ સૃષ્ટિ નિહાળી શકતા હોય આ સમયમાં વધુ પ્રમાણમાં સ્કુબા ડાઈવર્સ શિવરાજપુર બીચની મુલાકાત લ્યે છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારના ડ્રીમ પ્રોજેક્ટસ પૈકીના એક એવા શિવરાજપુર બીચનો વિકાસ હોય અહીં કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં જિલ્લા પ્રવાસન વિભાગ દ્વારા બીચ ડેવલોપમેન્ટ એકટીવીટીઝ તથા ફેઈઝવાઈઝ વિકાસલક્ષી કામગીરી કરાઈ રહી છે. હાલમાં દ્વારકા બાદ અહીંનો સનસેટ પોઈન્ટ પણ આકર્ષણનું ખાસ કેન્દ્ર બની રહ્યો છે.સાંજના સમયે શિવરાજપુર બીચના સુંદર નઝારા પરથી સનસેટને નિહાળવા દૂરદૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે અને બે કિમી લાંબા બીચ પરથી સેલ્ફી વીથ સનસેટ લઈ રહ્યા છે. તો મોટાભાગના પ્રવાસીઓ આ સનસેટને કેમેરામાં કેદ કરતા જોવા મળે છે.

ઉનાળુ વેકેશનના ટ્રાફીકના કારણે વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી શિવરાજપુર બીચ પ્રવાસીઓથી ધમધમશે એવો આશાવાદ વ્યકત કરાયો છે.ઓખામંડળના વરવાળા - શિવરાજપુર - મોજપની દરીયાઈ પટ્ટીએ આવેલા આ બેનમૂન બીચ પર સોહામણા અને પ્રમાણમાં શાંત બીચ તથા છીછરા પાણીને લીધે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ફેઈઝમાં કરોડો રૂૂપિયાના ખર્ચે બીચ નવીનીકરણ હાથ ધરાયું હોય, ફેઈઝવાઈઝ કરોડો રૂૂપિયાના ખર્ચે બીચ પર યાત્રીકલક્ષી સુવિધાઓમાં વધારો તથા અન્ય સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. આ બીચ પર સહેલાણીઓની સંખ્યામાં ક્રમશ: વધારો થતો રહ્યો છે અને તહેવારો તેમજ વેકેશનના સમયમાં સમગ્ર બીચ વિસ્તાર ભરચક્ક જોવા મળે છે.

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા સમયાંતરે પતંગોત્સવ, રેત શીલ્પકળા, સાંસ્કૃતિક આયોજનો સહિત વિવિધ ફેસ્ટીવલનું આયોજન શિવરાજપુર બીચ ખાતે કરવામાં આવે છે. આશરે દસ કિ.મી.ની દરીયાઈ પટ્ટી પરના કાચ જેવા ચોખ્ખા બ્લ્યુ વોટરનો નઝારો માણવા તથા સનસેટ તેમજ બીચ એક્ટિવિટીઝ કરી તરોતાજા થવા માટે સહેલાણીઓની પહેલી પસંદ શિવરાજપુર બીચ બની રહ્યો છે.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat newsShivrajpur beach
Advertisement
Next Article
Advertisement