જામનગરમાં 30 લાખના દારૂનો નાશ કરાયો
જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે વિભાગ સહિત કુલ અંદાજે 30લાખની કિંમતની 8741 નંગ ઇંગ્લિશ દારૂૂની બોટલના જથ્થાનો નાશ કરવા માટેની આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, અને નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં વિશાળ દારૂૂ ના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ દારૂૂનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર શહેર વિભાગના એ. ડિવિઝન, બી. ડિવિઝન, અને સી. ડિવિઝન તેમજ રેલવે વિભાગ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી કબજે કરવામાં આવેલા અંદાજે રૂૂપિયા 30 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂૂ નો જથ્થો જેમાં કુલ 8741 નંગ ઇંગ્લિશ દારૂૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી શ્રી અદિતિ વર્ષનેય ની રાહબરી હેઠળ જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા તેમજ શહેરના ત્રણેય પોલીસ ડીવીઝનો તથા રેલવે પોલીસની ટીમની હાજરીમાં ઇંગ્લિશ દારૂૂના વિશાળ જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ ઈંગ્લીશ દારૂૂ નો નાશ કરવામાં આવ્યો હતો.