For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવમ પાર્કના પ્રૌઢને હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો: મોત

04:07 PM Mar 02, 2024 IST | Bhumika
શિવમ પાર્કના પ્રૌઢને હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો  મોત

શહેરમાં માંડાડુંગર નજીક શિવમ પાર્કમાં રહેતા પટેલ પ્રૌઢને આજે આવેલો હાર્ટ એટેક જીવલેણ નીવડયો હતો. તેઓ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમનું મોત નીપજયું હતું. પ્રૌઢના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
વધુ વિગતો અનુસાર, શિવમ પાર્ક શેરી નં.3માં રહેતા પ્રવિણભાઇ માધાભાઇ વેકરીયા (પટેલ) (ઉ.51) નામના પ્રૌઢ આજે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેમને સંતાનમાં એક પુત્ર બે દીકરી છે પોતે ત્રણ ભાઇ એક બહેનમાન બીજા નંબરનાં હતા. તેઓ ઇમીટેશનની મજુરીકામ કરતા હતા. તેઓનાં મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement