For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોરબંદરના દરિયામાં વહાણ તૂટી પડયું, 13 ખલાસીનો બચાવ

11:55 AM Apr 14, 2025 IST | Bhumika
પોરબંદરના દરિયામાં વહાણ તૂટી પડયું  13 ખલાસીનો બચાવ

પોરબંદરના ખારવા સમાજના અગ્રણી અને વહાણ માલિક ભીખુભાઈ વેલજી લોઢારીનું વધુ એક માલવાહક વહાણ નહયાનથ સમુદ્રમાં ક્રેશ થઈને ડૂબી ગયું, જેના કારણે લગભગ 6 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટના મસ્કતથી સોમાલિયા તરફ જતાં બની, અને વહાણમાં કિંમતી સામાન હોવાનું સામે આવ્યું છે. બે દાયકામાં ભીખુભાઈનું આ ત્રીજું વહાણ ડૂબ્યું હોવાથી તેમની આર્થિક હાલત કફોડી બની છે. સદનસીબે, વહાણમાં સવાર 13 ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ થયો છે.

Advertisement

ઘટના બાદ વહાણને કિનારે લાવવામાં આવ્યું છે, અને તેમાંથી સામાન બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે, સમુદ્રી પરિવહનના વહાણોના વીમા બંધ થવાને કારણે વહાણ માલિકો પર આર્થિક સંકટ વધુ ગાઢું બન્યું છે. ભીખુભાઈ લોઢારીના અગાઉના બે વહાણો પણ સમુદ્રમાં ડૂબી ચૂક્યા છે, જેના કારણે આ ત્રીજી ઘટનાએ તેમની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement