For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના રણુજાના મેળામાંથી પરત ફરી રહેલા ભરવાડ પરિવારને નિકાવા ગામ પાસે નડ્યો અકસ્માત

12:40 PM Sep 16, 2024 IST | admin
કાલાવડના રણુજાના મેળામાંથી પરત ફરી રહેલા ભરવાડ પરિવારને નિકાવા ગામ પાસે નડ્યો અકસ્માત

પગપાળા જતા પરિવારને કારે ઠોકર મારતા પત્નીનું મોત, પતિ-પુત્રને ઇજા

Advertisement

કાલાવડના રણુજાના મેળામાંથી પરત ફરી રહેલા એક ભરવાડ પરિવારને નિકાવા નજીક અકસ્માત નડ્યો હતો. એક કારના ચાલકે ભરવાડ દંપત્તિ અને તેના 13 વર્ષના પુત્રને ઠોકરે ચડાવતાં પત્નીનું ગંભીર ઇજા થવાથી પતિ અને પુત્રની નજર સમક્ષ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પતિ અને પુત્ર ઇજાગ્રસ્ત બન્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના નીકાવામાં રહેતા શામજીભાઈ ઓઘડભાઈ બાંભવા જાતે ભરવાડ કે જેઓ ગઈકાલે રાત્રે 12.45 વાગ્યા ના સુમારે કાલાવડ નજીક રણુજામાં ભરાયેલા મેળામાં પોતાની પત્ની ભાનુબેન તથા 13 વર્ષના પુત્ર દક્ષને લઈને ગયા હતા, અને બાઈક પર બેસીને પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન રસ્તામાં બાઈકમાં પંચર પડી જતાં ત્રણેય બાઇકની સાથે પગપાળા ચાલીને ઘર તરફ આવી જઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 ડી.જે. 1173 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે ત્રણેયને ઠોકરે ચડાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

Advertisement

જે અકસ્માતમાં ભાનુબેન ને ગંભીર ઈજા થઈ હોવાથી પોતાના પતિ શામજીભાઈ તથા પુત્ર દક્ષ ની નજર સમક્ષ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પતિ શામજીભાઈ તથા પુત્રને નાની-મોટીજા થઈ હોવાથી કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ અકસ્માતના બનાવ અંગે શામજીભાઈ બાંભવા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં કાલાવડ પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement