બામણબોરની શાળામાં શી ટીમે ગુડ-બેડ ટચ અને ચાઇલ્ડ હેલ્પ લાઇનની માહિતી આપી
04:27 PM Oct 19, 2024 IST | admin
મહિલા સેલના એસીપી બારીઆના માર્ગદર્શન હેઠળ કામગીરી
Advertisement
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક શી ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.
મહિલા સેલના એસીપી બારીઆના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.એસ.ગામીતની સૂચનાથી એરપોર્ટ પોલીસ સ્ટેશન શી ટીમના ઉર્મિલાબેન, મોનીકાબેન, મીનલબેન અને સવિતાબેન સહિતના સ્ટાફે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના બામણબોર ગામ પ્રાથમિક શાળા નંબર ત્રણ ના બાળકોને શી ટીમ વિશે માહિતી આપી હતી.તેમજ સાયબર ક્રાઇમ 1930,181 હેલ્પ લાઈન નંબર તેમજ 100 નંબર ,1098 ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર વિશે અને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપી હતી.
Advertisement
Advertisement