સાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ પાસે 25 લાખની ખંડણી માગી મારી નાખવાની ધમકી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ બાઈક ના શોરૂૂમ ના માલિક અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને રૂૂપિયા 25 લાખની ખાંડણી અને ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની ફરીયાદ નોંધાઇ છે. સાવરકુંડલા શહેરમાં આવેલ મહુવા રોડ ઉપર બાઈક નો શોરૂૂમ ધરાવતા રાજુભાઈ દોશી કે જે સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તેમને 8 થી દોઢ એક વર્ષ પહેલા સાવરકુંડલા તળી નાખે રહેતા અશરફ ઉર્ફે ચિનગારી નામના ઈ પેપર સાવરકુંડલાની રફતારના પત્રકાર દ્વારા દોઢેક વર્ષ પહેલા તેમના શોરૂૂમ એ જઈ બળજબરીપૂર્વક રૂ. 25 લાખની ખંડણીની માંગણી કરી હતી.
તેમજ તેમના પોતાના ઈ પેપર માં પાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી અને તેમના ધર્મપત્ની પાલિકાના પૂર્વ પ્રમુખ તૃપ્તિબેન દોશીને અવારનવાર બદનામ કરવાના સમાચારો પ્રસિદ્ધ કરતા હતા આજથી દોઢ મહિના પહેલા જ પહેલા આરોપી અશરફ ઉર્ફે ચિનગારીએ તેના શોરૂૂમ એ જઈ રૂૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી અને ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આખરે કંટાળીને પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી એ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ખંડણી અને ધમકી ની પોલીસ ફરિયાદ નોંધાવી આ પોલીસ ફરિયાદ નોંધાતા સાવરકુંડલા ટાઉન પોલીસે અશરફે ચિંગારી ને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાથી શહેરમાં ખળભરાટ મચી ગયો છે કે એક પત્રકાર અને એક વેપારી તેમજ રાજકીય અગ્રણીને આ રીતે ખુલ્લેઆમ ધમકી અપાય જે બાબતની શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બની છે