For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર-લોકમેળો’; પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબો

11:56 AM Aug 13, 2025 IST | Bhumika
રાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર લોકમેળો’  પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબો

દરરોજ બપોરે 3.45થી રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર

Advertisement

અઘોરી ગ્રુપ, અલ્પા પટેલ, રૂજુ જાદવ ગ્રુપ, રાજદાન ગઢવી, અનિરૂદ્ધ આહિર સહિતના કાલકારો કરશે જમાવટ

લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલે તા.14થી 18 ઓગસ્ટ સુધી નશૌર્યનું સિંદૂર-લોકમેળો-2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોના મનોરંજન માટે રોજ બપોરે 3.45થી લઈને રાતે 10 વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.

Advertisement

લોકમેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂૂપ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14મી ઓગસ્ટે રાજુભાઈ ગઢવીનો ડાયરો, ભારતીય હુડો રાસ મંડળ દ્વારા હુડો રાસ, નવધા ટ્રસ્ટ દ્વારા લોકનૃત્ય, બજરંગ યુવા મંડળ દ્વારા ડાંડિયા રાસ, ટિપ્પણી લોકનૃત્ય મંડળ દ્વારા ટિપ્પણી રાસ રજૂ થશે. સાંજે 7.30થી 10 દરમિયાન અઘોરી ગ્રૂપ દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવશે.

15મી ઓગસ્ટે બપોરે 3.45થી સાંજે 7 દરમિયાન વિવેક ઉપાધ્યાય તથા માલવ મારૂૂ દ્વારા ગુજરાતી ગીતોની કોન્સર્ટ, મધુરમ મ્યુઝિક ગૃપ દ્વારા તબલા-હાર્મોનિયમ, નટવરી ગૃપ દ્વારા ગણેશ વંદના, હર્ષાબેન ઠક્કર દ્વારા સેમિ ક્લાસિકલ, અરવિંદ રાવલ તથા પંકજ પ્રજાપતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા જીતેન વિઠલાણી ગૃપ દ્વારા ગરબો રજૂ કરવામાં આવશે. સાંજે 7.30થી અલ્પાબેન પટેલનો મુખ્ય કાર્યક્રમ રજૂ થશે.

16મી ઓગસ્ટે બપોરે 3.45થી 7 દરમિયાન રેખાબેન પરમાર ગૃપ દ્વારા ગુજરાતી ગીતો, રમેશભાઈ વ્યાસ દ્વારા ડાયરો, તુષાર મારુ દ્વારા પિયાનો, શીતલબેન અજાગિયા દ્વારા કીબોર્ડ, તીર્થ અજાગિયા દ્વારા ભજન, તાંડવ નૃત્ય એેકેડમી દ્વારા શિવ સ્તુતિ, જીજ્ઞેશ સુરાણી દ્વારા મિશ્ર રાસ, માલાબેન રાઠોડ ગૃપ દ્વારા સેમિ ક્લાસિકલ તથા પ્રજાપતિ ગૃપ દ્વારા સોલો ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે સાંજે અમદાવાદનું રૂૂજુ જાદવ ગૃપ રંગત જમાવશે.

17મી ઓગસ્ટે બપોરથી સાંજ સુધી મૌલિક વ્યાસ દ્વારા મેઘાણીનાં ગીતો, શ્યામ મકવાણા તથા અરવિંદ બગથરિયા દ્વારા દેશભક્તિ ગીતો, ક્રિષ્નાબેન સુરાણી દ્વારા નાગદમન, નામ બ્રહ્મ ગૃપ દ્વારા માખણચોરી, નીખીલભાઈ એન્ડ ગૃપ દ્વારા કૃષ્ણ લીલા, સ્પંદન ગૃપ દ્વારા રાજસ્થાની નૃત્ય તથા અરવિંદ રાવલ દ્વારા સોલો ડાન્સ રજૂ કરવામાં આવશે. સાંજે રાજદાન ગઢવી વિવિધ પ્રસ્તુતિઓ થકી રમઝટ બોલાવશે.
18મી ઓગસ્ટે બપોર પછી સિનિયર સિટિઝન ગૃપ દ્વારા જૂના ગીતો, ભરતદાન ગઢવી દ્વારા ડાયરો, સ્વર સંગીત એકેડમી દ્વારા શિવસ્તુતિ, શંખનાદ એકેડમી દ્વારા સેમિ ક્લાસિકલ, વિરંચી બુચ ગૃપ દ્વારા અર્વાચીન ગરબો તથા શ્રી વૃંદ ગૃપ દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરાશે. જ્યારે સાંજે કચ્છના અનિરુદ્ધ આહીરનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.

મેળામાં કંટ્રોલ રૂમના નંબર
લોકમેળા સમિતિ: 0281-2990364
પોલીસ કંટ્રોલ રૂમ: 0281-2990374
રાજકોટ મહાનગરપાલિકા: 0281-2991364
પીજીવીસીએલ: 0281-2991374

સજ્જડ સુરક્ષા વ્યવસ્થા, પાંચ ઇમરજન્સી ગેટ, 23 વોચટાવર
લોકમેળાની સુરક્ષા માટે કુલ 23 વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 18 પર પોલીસ અને 5 સંવેદનશીલ જગ્યાઓ પર SDRF, NDRF, હેલ્થ અને ફાયરના જવાનો તૈનાત રહેશે. મેળામાં ભીડને નિયંત્રિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મેળામાં મુખ્ય ચાર ગેટ ઉપરાંત, કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે પાંચ ઇમરજન્સી ગેટ બનાવવામાં આવ્યા છે. વાહનચોરી અટકાવવા માટે પાંચ દિવસ માટે અલગ-અલગ રંગની યુનિક નંબરવાળી રસીદ આપવામાં આવશે. મેળામાં વીજળીનો પુરવઠો 90 કિલોવોટના 17 ટ્રાન્સફોર્મરમાંથી પૂરો પાડવામાં આવશે, જ્યારે 6 ટ્રાન્સફોર્મર સ્ટેન્ડબાય રાખવામાં આવશે. તમામ સ્ટ્રીટ લાઇટ જનરેટરથી ચલાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement