રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શૈક્ષિક મહાસંઘે ફરી બાંયો ચડાવી, 16 ઓગસ્ટથી આંદોલનની જાહેરાત

12:20 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શિક્ષકો માટે જૂની પેન્શન યોજના મુદ્દે શૈક્ષિક મહાસંઘ દ્વારા 16 ઓગસ્ટે મહાઆંદોલન કરવામાં આવશે. તાજેતરમાં મહાસંઘની કારોબારીમાં આંદોલન કરવાનું નક્કી કરાયું હતું. ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનારા આ મહાઆંદોલનના દિવસે જ આગળના આંદોલનની રણનીતિ પણ ઘડવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા થયેલા સમાધાન અનુસાર અત્યાર સુધી જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરાઈ હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તાજેતરમાં કારોબારી બેઠક મળી હતી.

જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ 1-4-2005 પહેલાં નિમણૂંક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને 300 રજાનું રોકડ રૂૂપાંતર, ઇંઝઅઝના બદલીના નિયમો સંગઠનની માંગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો 1:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 4200 ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવા રજૂઆત કરી યોગ્ય કરવા બાંહેધરી આપવામાં આવી હતી. રાજ્ય કારોબારીની આ બેઠકમાં તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તારીખ 1-4-2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષક કર્મચારીઓને ઠરાવ બહાર ન પાડતા તથા અન્ય પડતર પ્રશ્ન ન ઉકેલાતા આગામી 16 ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહાઆંદોલન કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું.

આ માટે સરકારને એક માસ જેટલો સમય આપવામાં આવ્યો હતો. 18 જુલાઈના રોજ યોજાયેલી આ બેઠકને એક માસ જેટલો સમય થવા આવ્યો છે છતાં હજુ પણ સરકાર દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાનું જાણવા મળતા હવે શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની તૈયારીઓ શરૂૂ કરી છે.

Tags :
ECDUCATIONgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement