રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પર ઓઈલ ઢોળાતા અનેક વાહનો લપસ્યા

05:19 PM Dec 16, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટની મધ્યમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ ઓવરબ્રીજ પર સવારે વાહનમાંથી ઓઈલ ઢોળાવવાના કારણે રસ્તો ચીકણો થઈ જતા અનેક વાહન ચાલકો લપસી પડ્યા હતા અને બાઈક ચાલકો છોલાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રીગેડ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ ઓવરબ્રીજ વાહન વ્યવહાર માટે બંધ કરી દઈ ઓઈલ પર પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કરી દીધો હતો. સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રીજ અમુક સમય માટે વાહન વ્યવહાર બંધ કરતા હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજની નીચે ટ્રાફિક જામ થયો હતો જે ટ્રાફિક ક્લીયર કરાવતા ટ્રાફિક પોલીસને પરસેવો વળી ગયો હતો. તસ્વીરમાં ફાયર બ્રિગેડ દ્વારા ઢોળાયેલા ઓઈલ પર પાણીનો મારો કરતા નજરે પડે છે. જ્યારે બીજી તસ્વીરમાં ઓવરબ્રીજ બંધ કરાયો હતો જે દ્રષ્ટી ગોચર થાય છે. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Advertisement

Tags :
gujaratgujarat newsHospital Chowk Overbridgerajkot
Advertisement
Next Article
Advertisement