મુંદ્રા પોર્ટ પર નિકાસકારોના અનેક ક્ધટેનર અટવાયા
નિકાસકારો દ્વારા વિશ્વા અનેક દેશોમાં માલની નિકાસ કરવામાં આવી રહી છે. તેમજ નિકાસનું પ્રમાણ પણ દિન-પ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે હાલમાં મુંદ્દા પોર્ટ પર ભારે ટ્રાફિકના કારણે ગેઈટ બંધ કરવાથી નિકાસકારોના ક્ધટેઈનરો અટકી ગયેલ છે. જેના કારણે ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. તાજેતરમાં મુંદ્દા કસ્ટમ્સ ખાતે યોજવામાં આવેલ મિટીંગમાં કસ્ટમ્સ કમિશ્નર સમક્ષ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા રજૂઆત કરાઇ છે.
અદાણી ટર્મીનલ અને ખજઈ એ શીપ આવવાની હોય તે પહેલા નિયમ મુજબ સાત દિવસ અગાઉ ગેઈટ ખોલવાના હોય છે. જે ઓનલાઈન બતાવતું હોય એટલે ત્યાંથી ક્લીયરીંગ અને ફોરવર્ડીંગ એજન્ટ તે મુજબ ટ્રક લોડ કરવા મોક્લે છે અથવા નિકાસકારો તેમાં ક્ધટેઈનરો ભરીને મોકલે એટલે થાય છે તેવું કે ભારે ટ્રાફિકના કારણે અને ક્ધટેઈનરના કલીયરન્સમાં ઈમ્પોર્ટ અને એક્ષપોર્ટમાં ખુબ જ મોડું થવાથી ગેઈટ સાત દિવસ પહેલા ખોલવામાં આવતા નથી જે નિયમ મુજબ ખોલવા જોઈએ અને બે કે ત્રણ દિવસ પહેલા ખોલે છે. તેના કારણે ભરેલા ટ્રકો ગેઈટની બહાર ઉભા રહે છે અને તેનું ભાડુ વસુલવામાં આવે છે. અન્યથા ક્ધટેઈનરો બફરયાર્ડમાં ખાલી કરાવવાની છુટ છે. આમ બફ2યાર્ડમાં ક્ધટેઈનરો ખાલી કરાવે ત્યાંથી પાછા ભરીને ટર્મીનલનો ગેઈટ ખુલે ત્યારે પાછા મોકલવા પડે જેથી કરીને ક્ધટેઈનરોમાં નિકાસકારોને શીપીંગ કોસ્ટ વધી જાય છે.
વધુમાં ગેઈટ ખોલ્યા પછી જો ચેક પેકેજમાં શીપીંગ બીલ આવી જાય તો ટુંકા ગાળામાં સેલ થવાના કારણે ક્ધટેઈનરો શીપમાં ચડતા નથી અને ક્ધટેઈનરો બીજી શીપમાં ચડાવવા પડે છે. જેથી કરીને જુનુ બુકિંગ કેન્સલ થાય અને નવું બુકિંગ કરવું પડે છે. જેથી કરીને નિકાસકારોને અસહય ખર્ચ ભોગવવો પડે છે. આમ અદાણી ટર્મીનલ અને ખજઈ એ નિયમ મુજબ ગેઈટ સાત દિવસ પહેલા ખોલવો જ પડે, જો અમે ન થઈ શકતું હોય તો બફરયાર્ડમાં ક્ધટેઈનરો ખાલી કરવાના ભાડા વસુલવા ન જોઈએ અને બફરયાર્ડને ટર્મીનલમાં ટ્રાન્સફર કરવું જોઈએ. તેવુ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.