સેવન્થ ડે સ્કૂલનાં આચાર્ય, સસ્પેન્ડ, એડમિનની પણ છૂટ્ટી
વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. વિદ્યાર્થીને સારવાર આપવામાં બેદરકારી દાખવવા બદલ શાળાના આચાર્ય ડો.જી.ઈમેન્યુઅલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો સ્કૂલના એડમીન હેડ મયુરિકા પટેલ અને જવાબદારોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરવાના આદેશ અપાયા હતા. હત્યાની ઘટનાને લઈને શાળાને ખુલાસો કરવાનો આજે અંતિમ દિવસ હતો. જો કે અંતિમ દિવસે શાળા તરફથી કોઈ ખુલાસો ન કરવામાં આવતા આખરે ડીઈઓએ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્ય ડો. જી.ઇમેન્યુઅલ સામે કાર્યવાહી કરી હતી. બેદરકારી બદલ શાળાના પ્રિન્સિપાલને બરતરફ કરવાના આદેશ આપ્યા હતા. તે સિવાય સ્કૂલની એડમીન હેડ મયુરિકા પટેલ અને જવાબદારોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી દૂર કરવા આદેશ અપાયો હતો. શાળાના વિદ્યાર્થીની સારવાર અપાવવામાં બેદરકારીને કારણે મોત થયું હતું.
અમદાવાદમાં 19 ઓગસ્ટના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી મચી હતી. જેમાં નજીવી બાબતે આ બને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી અને વિદ્યાર્થી તડપતો રહ્યો. મણીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં ત્રણ કલાક સર્જરી ચાલી હતી પરંતુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.