રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાબરકાંઠા જિલ્લામાં સાત વર્ષનો બાળક HMP વાઇરસ પોઝિટિવ, ગંભીર હાલત

04:19 PM Jan 10, 2025 IST | Bhumika
Advertisement

ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMP)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યાં હતાં. જેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે હાલ બાળક બેબીકેર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂૂરી તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.

હાલમાં બાળકની પરિસ્થિતી ક્રિટીકલ આ અંગે મેડિકલ ઓફિસર ડો.સ્મૃતી મહેતાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી બાળક દાખલ છે. પ્રથમ દિવસે જ્યારે બાળક દાખલ થયું ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. હાલમાં બાળક ઈંઈઞમાં વેન્ટિલેટર પર મશીન પર છે અને સરકારની ગાઈડ લાઈન મુજબ સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં બાળકની પરિસ્થિતી ક્રિટીકલ જ છે.

એક્સ-રેમાં બાળકને ન્યુમોનિયા આવે જ છે. ત્રણ દિવસ પહેલાં પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષીય પુત્રને તાવ, શરદી, ઉધરસને લઈને હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં નિદાન માટે લાવ્યા હતા, જ્યાં તબીબે નિદાનમાં એક્સરે કરતાં તેને ન્યુમોનિયાની અસર દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યાં હતાં, જેનો રિપોર્ટ ગઈકાલે સાંજે આવ્યો હતો, એમાં HMPVવાઇરસ આવ્યો હતો. એને લઈને જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી. અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો અમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsHMP VirusHMP virus casesabarkanthaSabarkantha news
Advertisement
Next Article
Advertisement