સાત સિનિયર IASની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરાતા ચાર્જ અન્યને સોંપાયો
- બંછાનિધિ પાનીને ધોલેરા-સર, માંડલ, બેચરાજી સરના મુખ્ય કારોબારી અધિકારીનો હવાલો, માહિતી નિયામક કે.એલ.બચાણીને જોઈન્ટ એમ.ડી., જીઆઈડીસીનો ચાર્જ સોંપાયો
લોકસભા ચૂંટણીઓને લઇને ચૂંટણીપંચ તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્યના સાત IAS અધિકારીઓને ચૂંટણી અધિકારીની ફરજ સોંપવામાં આવી છે. . તેમને ફરજ સોંપાતા તેમના વિભાગનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો છે. વિનોદ રાવ, ધવલ પટેલ, મુકેશ કુમાર, આર બી બારડ, અજય પ્રકાશ સહિતના અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં ડો.વિનોદ રાવ, સચિવ, (પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ)નો ચાર્જ મુકેશ કુમાર, અગ્ર સચિવ, ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણને, ડો.ધવલ પટેલ, કમિશનર, ભુસ્તર વિજ્ઞાન, ખનીજનો ચાર્જ આર.બી.બારડ, ચેરમેન, પ્રદુષણ નિયંત્રણ બોર્ડને અને તેમની પાસે રહેલ કમિશનર, ભુસ્તર વિજ્ઞાન, ખનીજનો ચાર્જ અજય પ્રકાશ, નિયામક, જીઈડીએને સોંપાયો છે. આ ઉપરાંત વિશાલ ગુપ્તા, અધિક ગ્રામ વિકાસ કમિ.નો ચાર્જ સુજલ મયાત્રા, અધિક ગ્રામ વિકાસ કમિ.ને ગૌરાંગ મકવાણા, એમડી, ઈન્ડેક્ષ્ટ-બીનો ચાર્જ, ડો.પ્રશાંત જિલોવા, અ.ઉચ્ચ શિક્ષણ કમિ.ને સંદીપ સાંગલે, ઉદ્યોગ કમિશનર કમિશનર એમએસએમઈ, એમ.ડી. ૠછઈંઉઊનો ચાર્જ એસ.છાકછુઆક, એમ.ડી.ટુરિઝમ કોર્પોરેશનને એન.કે.મીના, નિયામક, મત્સ્યોદ્યોગનો ચાર્જ કે.એન.શાહ, રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ અને તેનો જોઈન્ટ એમડી, જીઆઈડીસીનો ચાર્જ કે.એલ.બચાણઈ, માહિતી નિયામકને સોંપાયો છે. તથા સુપ્રિતસિંઘ ગુલાટી, મુખ્ય કારોબારી અધિકારી, ડી-સેગનો ચાર્જ તુષાર ધોળકીયા, નિયામક, નાગરિક પુરવઠા, હોદ્દાની રૂએ અધિક સચિવને અને તેમની પાસે રહેલ મુખ્ય કારોબારી અધિકારી ધોલેરા સર, માંડલ, બેચરાજી સરનો ચાર્જ બંછાનિધિ પાનીને સોંપવામાં આવ્યો છે.