શહીદ ઉધમસિંહ આવાસ યોજનાના ભાડે આપેલા સાત આવાસ સીલ
મહાનગરપાલિકાની આવાસ યોજનાના નિયમ મુજબ અરજદારે મકાનનો કબ્જો લીધો હોય અને દસ્તાવેજ બન્યાના સાત વર્ષ સુધી આ આવાસનું વેચાણ અન્યને કરી શકાતુ નથી તેવી જ રીતે આ આવાસમાં અરજદાર પોતે જ અથવા તેમનો પરિવાર રહેવો જોઈએ તેવો નિયમ અમલમાં મુક્યો છે. છતાં અનેક અરજદારો પોતાનું આવાસ ભાડેથી આપતા હોવાની ફરિયાદોના પગલે મનપાના આવાસ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કુવાડવા રોડ ખાતે આવેલ સહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ભાડેથી આપેલા સાત મકાનો સીલ કરી અરજદારને નોટીસ ફટકારવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી શહીદ ઉધમસિંહ ટાઉનશીપ કુવાડવા રોડ ખાતે આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા નીચે મુજબના આવાસો તા.21/11/2024 નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ હતાં.