For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈન્વેસ્ટમેન્ટ, હોલીડે પેકેજ, ફેક આઈડી તેમજ ઓનલાઈન સર્ચ કરવા જતાં સાત લોકો છેતરાયા

05:53 PM Dec 09, 2023 IST | Bhumika
ઈન્વેસ્ટમેન્ટ  હોલીડે પેકેજ  ફેક આઈડી તેમજ ઓનલાઈન સર્ચ કરવા જતાં સાત લોકો છેતરાયા

હાલ સોશિયલ મીડિયા લોકોને ફસાવી સાયબર માફિયાઓ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય ઓનલાઈન ચિટિંગ કરી રૂૂપિયા પડાવી લેવાના બનાવો નિયમિત બની રહ્યા છે.ત્યારે શહેરના સાત લોકોને ઇન્વેસ્ટમેન્ટ,હોલીડે પેકેજ, ફેક આઈડી તેમજ બિઝનેસ કરવા ઓનલાઈન સર્ચ કરતાં ફ્રોડનો ભોગ બનાવી કુલ રૂા.1.54 લાખ પડાવી લીધાં હતાં.બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે પીઆઇ એમ.જી.વસાવા અને ટીમે ફ્રોડ એકાઉન્ટ ફ્રિજ કરાવી ફ્રોડમાં ગયેલ પૂરેપૂરી રકમ પરત કરાવી સારી કામગીરી કરી હતી.

Advertisement

વધુ વિગતો મુજબ,ગાંધીગ્રામ લાખના બંગલા પાસે રહેતાં ખુશ્બુબેન બરકતભાઈ ધાલાણીના ફોનમા ઈન્સ્ટાગ્રામમા ઈન્વેસ્ટમેન્ટ કરવા મારફતે જાહેરાત આવેલ જેમાં તેઓની સાથે રૂા.40 હજારનો ફ્રોડ થયો હતો.તેમજ સમીરભાઈ હરસુખભાઈ ઘોડાદરા સાથે ક્રેડિટ કાર્ડમા લીમીટ વધારવાના બહાને રૂા.23011 નો ફ્રોડ થયું હતું.તેમજ ગાંધીગ્રામમાં રહેતાં સાગરભાઈ વિનોદભાઈ ખખર સાથે હોલીડે પેકેઝના નામે રૂા.10 હજારનો ફ્રોડ થયો હતો. જામનગર રોડ પર નાગેશ્વરમાં રહેતાં આકાશભાઈ અશિકભાઈ વરૂૂ સાથે એમેઝોનમાંથી ઓર્ડર લેવા મારફતે રૂા.18,346 નો ફ્રોડ થયો હતો.તેમજ નાણાવટી ચોક પાસે રહેતાં કેતનભાઈ ભરતભાઈ ચૌહાણ સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવાના નામે રૂા.34,700 ફ્રોડ થયેલ હતો.તેમજ મેરિગોલ્ડ રેસિડેન્સીમાં રહેતાં પંકજભાઈ મનસૂખભાઈ ભોજાણી સાથે તેના મિત્રાના ફેક આઈ ડી મારફતે રૂા.18 હજારનો ફ્રોડ થયેલ હતો. તેમજ ઘંટેશ્ર્વર પાર્કમાં રહેતાં જતીનભાઈ જગદીશભાઈ કરગથીયા સાથે તેના સાઈડ બિઝનેશ કરવાના નામે રૂા.10800 નો ફ્રોડ થયેલ હતો.
આ અંગે ગાંધીગ્રામ પોલીસના પીઆઇ એમ.જી.વસાવાની રાહબરીમાં પીએસઆઈ એન.બી.ડોડીયા અને કિંજલબેન ચૌહાણે તપાસ આદરી એકાઉન્ટ ફ્રિજ કરાવી અલગ અલગ સાત અરજદારોને ફ્રોડમાં ગયેલા કુલ રૂા.1.54 લાખ પરત કરાવ્યા હતાં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement