For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સાત જુગાર રમતા ઝડપાયા

11:58 AM Sep 01, 2025 IST | Bhumika
ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સાત જુગાર રમતા ઝડપાયા

20 લાખની રોકડ સહિત 52.76 લાખનો મુદ્દામાલ કબ્જે

Advertisement

ગોંડલ નાં રીબડા ગુંદાસરા રોડ પર પ્રિમીયર એન્ટરપ્રાઇઝ નામના કારખાના પર સાંજ નાં સુમારે તાલુકા પોલીસે દરોડો પાડી રાજકોટ નાં વેપારીઓ તેમજ ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનિષ ચનિયારા સહિત સાત શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે 20 લાખની રોકડ સહીત 82 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના રીબડા ગુંદાસરા રોડ ઉપર પ્રિમીયર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં જુગાર રમાતો હોવાની તાલુકા પોલીસને અને સર્વેલન્સ ટીમને બાતમી મળતાં રેડ કરી જૂગાર રમતા ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનિષ ચનિયારા રાજકોટના હિતેશ હરજીભાઈ મણવર લલીત ચંદુભાઈ કનેરીયા રમેશ વલ્લભભાઈ મારડીયા પ્રતિક જેન્તીભાઈ ભુત જૈનિમ માધવજીભાઈ ધેટીયા દિલીપ પ્રાગજીભાઈ આસોદરીયા સહિતને રોકડ રૂૂપિયા 20.21.000 તથા મોબાઈલ અલગ અલગ વાહનો મળીને કુલ રૂૂપિયા 82.76.000/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી જુગારમાં ઝડપાયેલા વેપારીઓ તેમજ ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો સમાવેશ થતાં ભલામણો માટે મોબાઇલની રીંગો તેમજ પોલીસ સ્ટેશનના ફોન રણકી ઉઠ્યાં હતાં પરંતુ તાલુકા પોલીસ પી.આઈ.એ.ડી.પરમાર સર્વેલન્સ ટીમ ટસ ના મસ થયા વગર જુગારધારાની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement