ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચી
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે સાત ન્યાયિક અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી હતી. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિએ ન્યાયિક અધિકારીઓ લિયાકત હુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળ ચંદ ત્યાગી, દિપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કર્ષભાઈ ઠાકોરને ગુજરાતના જજ તરીકે નિયુક્ત કર્યા છે.
ભારતના બંધારણની કલમ 217ની કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિ (i) લિયાકત હુસૈનન iમસુદ્દીન પીરઝાદા, (ii) રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, (iii) જયેi લખનiીભાઈ ઓડેદરા, (iવ) પ્રણવ મહેશભાઈ રાવલ, (દ) મૂળચંદ ત્યાગી, (Vi) દિપક મનસુખલાલ વ્યાસ અને (દii) ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવા માટે મજૂરી આપી છે. જે તારીખથી તેઓ તેમના સંબંધિત કાર્યાલયનો ચાર્જ સંભાળશે તે તારીખથી અમલમાં આવશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક જાહેરનામામાં જણાવાયું છે.
અગાઉ, ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઈઉંઈં) સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે આઠ ન્યાયિક અધિકારીઓને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 19 માર્ચ, 2025ના રોજ યોજાયેલી તેની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નીચેના ન્યાયિક અધિકારીઓની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.