રાણાવાવના ઠોયાણા ગામે કેરીનો રસ અને શાક ખાધા બાદ એક જ પરિવારના સાતને ફૂડ પોઈઝનિંગ
રાણાવાવ પંથકના ઠોયાણા ગામે રહેતા એક પરિવારના 7 સભ્યોએ કેરીનો રસ,શાક ખાધા બાદ તમામ સભ્યોને ફૂડ પોઈઝનિંગ અસર થતા ઝાડા ઉલ્ટી શરૂૂ થઈ ગયા હતા.આ ઘટના બાદ તમામ સભ્યોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલ જીલ્લામાં ગરમીમાં વધારો થયો છે. પોરબંદર જિલ્લામાં ગરમીમાં વધારો થતાની સાથે જ ફૂડ પોઈઝનિંગ કેશમાં પણ વધારો થયો છે. પોરબંદર જીલ્લામાં છેલ્લા 15 દિવસમાં ગોસા અને બરડા પંથકના ગામોમાં ફૂડ પોઈઝનિંગ ઘટના સામે આવી હતી.પોરબંદર જીલ્લામાં વધુ એક ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે. પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે ફૂડ પોઈઝનિંગ ઘટના સામે આવી છે. ઠોયાણા ગામે રહેતો એક પરિવારના 7 જેટલા સભ્યોએ મંગળવારે બપોરે કેરીનો રસ,અળદનું શાક સહિતની વાનગીઓ આરોગી હતી.
આ સભ્યોને જમણવાર કર્યાના 6 થી 8 કલાક બાદ ફૂડ પોઈઝનિંગ અસર જોવા મળી હતો.ઠોયાણા ગામે કેરીનો રસ અને અળદનું શાક ખાધા બાદ ઝાડા ઉલ્ટી શરૂૂ થઈ હતી.જેમાં ઓડેદરા દેવીબેન નાગાભાઈ(ઉ. 60)ઓડેદરા નાગાભાઈ મામાભાઈ (ઉ.65)ભૂતિયા બાઘીબેન કેશુભાઈ(ઉ.30) અને ભૂતિયા કિરણ કેશુભાઈ(ઉ .12)નામની બાળકી સહિત 7 સભ્યોને ફૂડ પોઈઝનિંગ અસર થતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.