ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગ્રીનલેન્ડ ચોકડી પાસે મારબલના ડેલામાં જુગાર રમતા વેપારી સહિત સાત પકડાયા

05:13 PM Jul 09, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે હરીઓમ માર્બલ નામના ડેલામાં જુગાર રમાતો હોવાની બાત્તમીને આધારે બી ડિવીઝન પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા બે વેપારી સહિત સાત શખ્સોને પકડી રૂા.70 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પીએસઆઇ કે.ડી.મારૂ અને સ્ટાફે વધુ તપાસ શરૂ કરી હતી.

Advertisement

વધુ વિગતો અનુસાર, બી ડીવીઝન પોલીસના પીએસઆઇ કે.ડી.મારૂ, રાજેશભાઇ બાળા, ભાનુ શંકર ધાંધલા, જયદિપસિંહ બોરાણા સહિતના સ્ટાફે બાત્તમીને આધારે ગ્રીન લેન્ડ ચોકડી પાસે રામજીભાઇ રતિલાલ સોજીત્રા (રહે. કુવાડવા રોડ, ગુરૂદેવ પાર્ક 02)ના હરીઓમ માર્બલના ડેલામાં જુગાર રમતા રામજીભાઇ સોજીત્રા, કોઠારીયા રોડ અયોધ્યાનગરમાં રહેતા વિપુલ રમેશભાઇ ભુત, ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી 02માં રહેતા મનોજ નાનજીભાઇ હાપલીયા, કોઠારીયા રોડ આશોપાલવ પાર્ક 02 કૈલાશ કાનજીભાઇ રાઠોડ, લક્ષ્મણ પાર્ક શેરી 02માં રહેતા વેપારી વિશાલ પ્રવિણભાઇ વેકરીયા અને શિવનગર શેરી 1માં રહેતા મનસુખ દેવરાજ લિબાંસીયાને ઝડપી તેઓની પાસેથી રૂા.70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement