રાજ્યના ડિસ્ટ્રિકટ જજ કક્ષાના સાત ન્યાયાધીશોની બદલી
રાજ્યના ડિસ્ટ્રીક્ટ જજ કક્ષાના સાત ન્યાયાધીશોની હાઈકોર્ટ દ્વારા બદલી કરતા હુકમ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા રાજ્યના સાત ડિસ્ટ્રીક જજ કક્ષાના ન્યાયાધીશોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે જેમાં જામનગરના એડી.સેશન્સ જજ એમ.કે.ભટ્ટને સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટ,એન.સી.રાવલને ગીર સોમનાથ ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણૂક આપવામાં આવે છે.રાજયની વડી અદાલત દ્વારા સાત જજની બદલીના હુકમ કર્યા છે.જેમાં જામનગરના એડી ડીસ્ટ્રીકટ જજ માધવી કેતનભાઈ ભટ્ટને સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજની બદલી કરવામાં આવી અમદાવાદના રજિસ્ટ્રાર નિપા ચંદ્રકાંત રાવલને ગીર સોમનાથ ડીસ્ટ્રીકટ જજ તરીકે જવાબદારી મળી છે.જૂનાગઢના એડી ડિસ્ટ્રીકટ સ્પેન્ડ સેશન્સ જજ રંજન ધ્રુવકુમાર પાંડેની બનાસકાંઠા દીપોદર ખાતે બદલી કરાઈ છે. ગાંધીધામના એડી સેશન્સ જજ બસંતકુમાર ગુરમુખલાલ ગોલાણીની ફેમિલી કોર્ટ ભુજના પ્રિન્સિપાલ જજ તરીકે અને ભુજના એડી.સેશન્સ જજ મનિષ અરૂૂણકુમાર પંડયાને ગાંધીધામ ફેમિલી કોર્ટના જજ તરીકે નિમણૂક અપાઈ છે.