For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દલાલ મંડળ-જે.કે. ટ્રેડિંગ વચ્ચે સમાધાન, યાર્ડમાં હડતાલનો સંકેલો

04:25 PM May 13, 2025 IST | Bhumika
દલાલ મંડળ જે કે  ટ્રેડિંગ વચ્ચે સમાધાન  યાર્ડમાં હડતાલનો સંકેલો

ઉંઝામાં પેઢીની પડેલી 34 હજાર ગુણી વેચી અને અન્ય વેપાર દ્વારા 4 મહિનામાં પૈસા ચૂકવી આપવાની ખાતરી આપતા હડતાળ અંતે સમેટાઈ

Advertisement

યાર્ડના સત્તાધીશો, કમિશન એજન્ટ અને વેપારીઓની આજે મળેલી બેઠકમાં હરાજી સહિતની કામગીરી રાબેતા મુજબ કરવા નિર્ણય

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં ત્રણ પેઢીઓ કાચી પડતા યાર્ડના દલાલમંડળ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. છેલ્લા છ દિવસથી આ હડતાલ ચાલુ હોવાથી યાર્ડમાં હરરાજી સહિતના કામ કાજો બંધ કરી દેવામાં આવ્યા હતાં. આજે દલાલ મંડળ અને યાર્ડના સત્તાધીશો તેમજ વેપારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠખ યોજવામાં આવી હતી. જેમાં કાચી પડેલી પેઢીએ પૈસા ચુકવી દેવાની ખાતરી આપતા વેપારી અને દલા મંડળ વચ્ચે સમાધાન થયું હતું અને હડતાલ સમેટવામાં આવી હતી.

Advertisement

યાર્ડના સતાધીશોના જણાવ્યા મુજબ યાર્ડની ત્રણ પેઢીઓ કાચી પડતા 140થી વધુ વેપારીઓના અને દલાલ મંડળના પૈસાઓ ફસાઈ ચુક્યા હતાં. જેમાં બે પેઢીએ પોતાની મિલ્કત દલા મંડળના નામે કરતા તેમાં સમાધાન થયું હતું. જ્યારે જે.કે. ટ્રેડીંગ નામની પેઢીના પિતા-પુત્ર 145 વેપારીઓના 17.59 કરોડનું ફુેકુ ફેરવી ભુગર્ભમાં ઉતરી ગયાા હતાં. જેના વિરુદ્ધમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી ઝડપી લેવા અને પૈસા પરત અપાવવા માંગણી કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા બન્ને પિતા-પુત્રની ધરપકડ કરવામાં અવાી હતી. આ ઘટના બનતા યાર્ડમાં હરરાજી સહિતની કામગીરીબંધ રાખી દલાલ મંડળ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પેઢીએ ફુલેકુ ફેરવતા છેલલ્લા છ દિવસથી દલાલ મંડળ દદ્વારા હડતાલ કરવામાં આવી હતી. જેમાં ખેડુતોને માલ લઈ નહીં આવવાની સુચના આપી હતી. તેમજ હરરાજી તેમજ ખરીદ વેચાણની કામગીરી છેલ્લા છ દિવસથી બંધ કરવામાં આવી હતી. આ અંગે આજે યાર્ડના ચેરમેન જયેશ બોઘરા,વાઈસ ચેરમેન, ડિરેક્ટરો, દલા મંડળ અને ભોગ બનેલા વેપારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કાચી પડેલી પેઢીના પિતા-પુત્રએ ઉંઝામાં 34 હજાર ગુણી પડેલી છે. તે વેચી અને અન્ય વેપાર દ્વારા ચાર મહિનામાં રકમ ચુકવી દેવાનું કહેતા યાર્ડના દલાલ મંડળ અને વેપારીઓ સહમત થયા હતાં અને હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી હતી.

વધુમાં દલાલ મંડળના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે, આજે ફક્ત દુકાને પડેલા માલને વેચાણ કરવાનું હોય તો દુકાને પડેલા માલને ફેરવાઈ કરવા દેવામાં આવશે. ઉપરાંત આવતી કાલથી માર્કેટીંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામા આવશે. તેમજ પડતર રહેલ માલની હરરાજી કરવામાં આવશે.

જાહેરાત ન થાય ત્યાં સુધી માલ લઈ આવવાની મનાઈ
દલા મંડળના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું છે કે, આવતી કાલે માર્કેટીંગ યાર્ડ દ્વારા આવકનો મેસેજ તથા જાહેરાત મુજબ આવક આવવા દેવામાં આવશે. ઉપરાંત માર્કેટીંગ યાર્ડ દ્વારા આવકની જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ જણસીની આવક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવેલ છે. તેમજ આવેલ માલ માર્કેટીંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement