રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

04:54 PM Oct 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આયોજકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં: અરજીના 15 દિવસ બાદ પણ જવાબ નહીં મળ્યો હોવાના આક્ષેપ

દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતી દ્વારા શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ મનપા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ બાબતે કોઇ જવાબ નહીં આપતા આયોજકો દ્વારા આજે સાંજે ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરી માતાજીની આરતી કરાશે.

આ અંગે આયોજક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ સૈનિક નટુભા ઝાલા, નલીનભાઇ ચૌહાણ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના પ્રમુખ હેમાબેન કક્કડ, લીગલ એડવાઇઝર ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી શરદ પૂર્ણિમાએ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 15 દિવસ અગાઉ ગ્રાઉન્ડ માટેની અરજી કરવા છતા પણ મહાપાલિકા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા મંજુરી માટે કોઇ જાણ કરવામાં આવી નથી. અનેક વખત જાણકારી માંગવા છતા પણ જવાબ આપવામાં આવતો નથી અને અરજીની પ્રક્રીયા કેટલે પહોંચી તે અંગે પણ જણાવવામાં આવતું નથી.

કોર્પોરેશન દ્વારા અર્વાચીન ગરબા માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે છે કોઇ ચોકકસ સમાજને આપો છો ત્યારે અમે લોકો સર્વે સમાજની દિકરીઓ અને બહેનો માટે આયોજન કરીએ છીએ. તેમાં પણ તંત્ર દ્વારા રોડા નાખવામાં આવે છે. આવતીકાલે શરદોત્સવ હોય અમને હજુ સુધી ગ્રાઉન્ડ ફાળવવા બાબતે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમારા આયોજન અંગે પણ મુંઝવણ ઉભી થાય છે. છતા પણ અમે આજે સાંજે હાઇસ્કુલ ખાતે તંત્રની તાનાશાહી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને માતાજીની આરતી પણ કરાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ધક્કા ખાવા છતા પણ મનપા અને હાઇસ્કુલના સતાધીશો દ્વારા કોઇપણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી અને અરજીની પ્રક્રીયા અંગે પણ માહિતી આપવામાં આવતી નહી હોવાથી આ પ્રશ્ન આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં મુકવામાં આવશે.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement